SEBI: ઘણીવાર તમે પોલીસના પાસેથી બાતમીદાર શબ્દ સાંભળતા હોવ છો. પણ આ શબ્દથી તમે પૈસા કમાઈ શકો છો. તમને લાગે છેકે, આ વાત સાચી નથી. પણ અહીં જે માહિતી આપવામાં આવી છે તે એનું સચોટ ઉદાહરણ છે. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનારને આપવામાં આવતા ઈનામની રકમ ઈન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યુકેશન ફંડમાંથી ચૂકવવામાં આવશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકા 8 માર્ચથી લાગુ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેબીએ વસૂલાત પ્રક્રિયા હેઠળ ડિફોલ્ટર્સની મિલકતો વિશે નક્કર માહિતી પ્રદાન કરનારાઓને પુરસ્કાર અંગે માર્ગદર્શિકા જારી કરી છે. સેબીએ કહ્યું કે પ્રોપર્ટીની જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેને મળેલી રકમ પણ ગુપ્ત રાખવામાં આવશે. આ સાથે સેબીએ 515 ડિફોલ્ટર્સની યાદી બહાર પાડી છે.


આ અંગે માહિતી આપનારને લાખો રૂપિયાના ઈનામોની પણ જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ, SEBIએ DTR કેટેગરી હેઠળ રૂ. 67,228 કરોડની બાકી રકમને અલગ કરી છે. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનાર દ્વારા આપવામાં આવેલી માહિતી અને ઓળખ અથવા તેને ચૂકવવામાં આવેલ પુરસ્કાર ગુપ્ત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, સ્ટોક માર્કેટમાં ઘણાં લોકો કૌભાંડ કરીને જતા રહે છે. તેને પકડવા માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.