મુંબઇ : આજે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થવા જઇ રહ્યા છે. આ લગ્નનું આયોજન જિયો વર્લ્ડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે. ગ્રાન્ડ વેડિંગની તૈયારી પુર્ણ થઇ ચુકી છે. લગ્ન પહેલા એટીલિયા જેમાં મુકેશ અંબાણી પોતાનાં પરિવાર સાથે રહે છે અને જિયો વર્લ્ડ સેંટરને દુલ્હનની જેમ સજાવાયું છે. આ લગ્નમાં સમગ્ર વિશ્વનાં મહેમાન પહોંચ્યા છે. તેમાં બોલિવુડ સ્ટાર્સ, વિશ્વનાં નેતા અને બિઝનેસમેનનો સમાવેશ થઇ રહ્યો છે. માહિતી અનુસાર 11 માર્ચે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં સમગ્ર વિશ્વનાં મહેમાનો જોડાશે. એક વર્ષ પહેલા જુલાઇ 2018માં શ્લોકા અને આકાશની સગાઇ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સગાઇથી પહેલા આકાશ અંબાણીએ ખુબ જ મોટા ખાસ અંદાજમાં શ્લોકા મેહતાને પ્રપોઝ કર્યું હતું. ગોવામાં બંન્ને પરિવારોની વચ્ચે ફુલોથી બનેલા મંચો પર આકાશે શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યું હતું, જેને સાંભળ્યા બાદ શ્લોકાએ તુરંત જ હા કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(લગ્નની શરૂઆત એપ્રીલના અંતે સ્વિત્ઝરલેન્ડમાં ત્રણ દિવસીય પ્રી વેડિંગની ઉજવણીથી શરૂ થઇ હતી. જેમાં પ્રખ્યાત બ્રિટીશ બેંડ કોલ્ડપ્લેએ પર્ફોમ કર્યું હતું. )



(બ્રિટનનાં પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને તેમની પત્ની ચેરી બ્લેર પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાનું સ્વાગત કર્યું.)



(યૂનાઇટેડ નેશનનાં પૂર્વ સેક્રેટરી બાન કી મુન અને તેમની પત્ની યો સુન તેક. આ બંન્ને પણ આ લગ્નમાં આવ્યા હતા. )



(બોલિવુડ સુપર સ્ટાર શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન સાથે લગ્નમાં પહોંચ્યા)



(ભારત રત્ન સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા.)



(દેસી ગર્લ પ્રિયંકા ચોપડા પોતાની માં સાથે લગ્નમાં ભાગ લેવા પહોંચ્યા છે)



(મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણી, તેની પત્ની ટીના અંબાણી અને બંન્ને પુત્ર)



(આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવન સાથે પહોંચ્યા)



(સંગીતકાર વિશાલ દદલાની અને શેખર પણ લગ્નમાં પહોંચ્યા છે.)