નવી દિલ્હી: દિલ્હી (Delhi)માં પ્રદૂષણ ઓછું કરવા માટે કેજરીવાલ (Kejriwal) સરકાર હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલ (Electical vehicle)માં વધારો કરી રહી છે. તેનાથી સંબંધિત પોલિસીના કરાર શુક્રવારના નોટિફાય કરવામાં આવ્યા છે. પોલિસી અનુસાર કેજરીવાલ સરકાર ઇલેક્ટ્રોનિક વ્હીકલની ખરીદી પર 30 હજારથી 2.5 લાખ રૂપિયા સુધીની ખાસ છૂટ આપી રહી છે. સાથે જ ચાર્જિંગની સુવિધા આપવા માટે દિલ્હીમાં 200 જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન પણ બાનવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કેરળ: ઈડુક્કી જિલ્લામાં ભયંકર ભૂસ્ખલન, અત્યાર સુધીમાં 9 લોકોના મોત, અનેક લોકો ગુમ


દિલ્હીમાં 25 ટકા પ્રદૂષણ ઓછું થયું- અરવિંદ કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારના એક વીડિયો કોન્ફરેન્સ કરતા કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા સરકારની પ્રાથમિકતા છે. સરકારના સતત પ્રયત્નોના કારણે દિલ્હીમાં 25 ટકા પ્રદૂષણ ઓછું થયું છે. પરંતુ અત્યારે તેમાં વધુ ઘટાડો લાવવાની જરૂરીયાત છે. સ્ટડીથી જાણવા મળ્યું છે કે, દિલ્હીમાં પ્રદૂષણનું એક મોટું કારણ ડીઝલ-પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે. જેમાંથી નીકળતો ઝેરી ધુમાડો વાતાવરણ વધુ પ્રદૂષણ ફેલાવે છે.


ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનું નોટિફિકેશન જારી
આ સમયે દિલ્હી સરકારે 2-3 વર્ષના સંશોધન બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી તૈયાર કરી છે. જેને આજે સવારે નોટિફાઇ કરવામાં આવી છે. કેજરીવાલના અનુસાર આ દેશમાં સોથી પ્રોગ્રેસિવ પોલિસી છે. તેનાથી દિલ્હીની અર્થવ્યવસ્થાને બૂસ્ટ અપ મળવાની સાથે અહીં પર પ્રદૂષણ ઓછું કરવામાં પણ મદદ મળશે. હાલ આ પોલિસી 3 વર્ષ માટે લાગૂ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેને રિવ્યૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:- સુશાંત કેસ: જૂઠ્ઠાણાના ધજાગરા ઉડશે, સત્યની થશે જીત, જાણો DIG ગગનદીપ ગંભીર વિશે


દિલ્હીમાં 2024 સુધી 25 ટકા ગાડીઓ વીજળી સંચાલિત હશે
સીએમ કેજરીવાલે જણાવ્યું કે આ પોલિસીને અંજામ આપવા માટે એક સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ બોર્ડ (SEVB) બનાવવામાં આવી રહ્યું છે. જેના અધ્યક્ષ પરિવહન મંત્રી હશે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2024 સુધી દિલ્હીમાં જેટલી પણ ગાડીઓ રજિસ્ટર્ડ હોય, તેમાં ઓછામાં ઓછી 25 ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ હોય. આશા છે કે, આ સંખ્યા 5 લાથી ઓછી નહીં હોય, આ સાથે જ યુવાઓને ઇલેક્ટ્રિક વ્હીકલ સંબંધિત ટ્રેનિંગનો પણ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.


વીજળી સંચાલિત ગાડી ખરીદવા પર 30 હજારથી 2.5 લાખનું ઇન્સેનટિવ મળશે
તેમણે જણાવ્યું કે, સરકાર SEVB દ્વારા એખ ફંડ બનાવી દિલ્હીમાં વીજળી સંચાલિત ગાડી ખરીદનારને ઇન્સેન્ટિવ આપશે. ટૂ વ્હીલ વાહનો પર આ ઇન્સેન્ટિવ 30 હજાર રૂપિયા સુધી, કાર પર 2.5 લાખ રૂપિયા સુધી અને ઓટો રિક્ષા ખરીદવા પર 30 હજાર સુધી હશે. આ સાથે જ કેન્દ્ર સરકારની જાહેરાત યોજના અંતર્ગત લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવશે.


આ પણ વાંચો:- Sushant Suicide Case: સુશાંતના પૈસા હડપવા માટે રિયાના પરિવારે નિકટતા વધારી હતી


જૂની ગાડીઓને ખરીદશે દિલ્હી સરકાર
જુના વાહનોને પરત આપવા પર દિલ્હી સરકાર સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપશે. તેનાથી ઘરોની આગળથી ગંદકી સાફ થશે. સાથે જ લોકોને ભંગારની સંરખામણીએ જુના વાહનોની સારી કિંમત મળી શકશે. સમગ્ર દેસમાં આ પ્રકારની આ પ્રથમ યોજના લાગુ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવા પર તેમની રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણ માફ કરવામાં આવશે. સાથે જ તેમની ખરીદી માટે સોફ્ટ રેટ પર લોન આપવામાં પણ આવશે.


દિલ્હીમાં 200 જગ્યાએ બનશે ચાર્જિંગ સ્ટેશન
ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ સુવિધા આપવા માટે સંપૂર્ણ દિલ્હીમાં 200 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશનો બાદા લોકોને પ્રત્યેક 3 કિમીના અંતરમાં વાહન ચાર્જ કરવાની સુવિધા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube