BY-BY 2022: દેશમાં બનેલી આ પાંચ ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2022, તમે પણ જાણો
ગણતરીના દિવસોમાં નવા વર્ષ એટલે કે 2023ની શરૂઆત થવાની છે. ત્યારે વર્ષ 2022માં બનેલી કેટલીક ઘટનાઓને યાદ કરવામાં આવી રહી છે. તમે પણ જાણો ભારતમાં બનેલી પાંચ ઘટનાઓ...
નવી દિલ્હીઃ વર્ષ 2022 પૂરુ થવાનું છે. આ વર્ષે પણ દેશમાં અનેક ઘટનાઓ જોવા મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે બનેલી કેટલીક ઘટનાઓ હંમેશા યાદ રહેવાની છે. આ વર્ષે પ્રથમ વખત કોઈ આદિવાસી મહિલા ભારતના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા. તો પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂને જેલની સજા થઈ. દેશને આ વર્ષે નવા ઉપરાષ્ટ્રપતિ પણ મળ્યા. જુઓ વર્ષ 2022ની પાંચ મોટી ઘટનાઓ...
દ્રૌપદી મુર્મૂ બન્યા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂ 64 વર્ષની ઉંમરે સૌથી ઓછી ઉંમરના રાષ્ટ્રપતિ બન્યા. 25 જુલાઈ 2022ના રોજ તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ દિવસે તેમની ઉંમર 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસ હતી,,, અગાઉ આ રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો,,, જે 64 વર્ષ 2 મહિના અને છો દિવસની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યાં હતા.
જગદીપ ધનકડ બન્યા ઉપરાષ્ટ્રપતિ
11 ઓગસ્ટે જગદીપ ધનકડે ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લીધા. જગદીપ ધનકડ પ્રથમ OBC ઉપરાષ્ટ્રપતિ બન્યા. અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચુકેલા ધનકડ દેશનાં 14માં ઉપરાષ્ટ્રપતિબન્યા.
આ પણ વાંચોઃ ઉઝબેકિસ્તાનમાં સિરપ પીવાથી 18 બાળકોના મોતનો દાવો, શું ભારતમાં પણ વેચાય છે આ દવા?
નવજોત સિદ્ધુને થઈ જેલ
નવજોત સિદ્ધુને 34 વર્ષ જૂના હત્યાના કેસમાં જેલ થઈ. હાલ સિદ્ધુ પટિયાલા જેલમાં કેદ છે. સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા
80 વર્ષના મલ્લિકાર્જુન ખડગે શશિ થરુરને હરાવી કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા હતા. 24 વર્ષ પછી ગાંધી પરિવારના બહારના વ્યક્તિ અધ્યક્ષ બન્યા. 1998થી કોંગ્રસ પરિવારના સભ્ય જ સંભાળી રહ્યા હતા અધ્યક્ષ તરીકેની જવાબદારી.
પ્રશાંત કિશોરે શરૂ કરી પદયાત્રા
ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે 3500 કિલોમીટરની જન સુરાજ પદયાત્રા યોજી,,, બીજી ઓક્ટોમ્બરથી પશ્ચિમ ચંપારણ જિલ્લાના ભતિહારવા સ્થિત ગાંધી આશ્રમથી જન સુરાજ પદયાત્રાની કરાઈ હતી શરૂઆત.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube