હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ અને ત્રણ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રણ વિધાનસભા સીટો અર્કી, ફતેહપુરમ અને જુબ્બલ-કોટખાઇ પર પેટાચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાની સિરસામાં એલેનાબાદ પેટાચૂંટણી માટે 121 બૂથો પર વોટીંગ ચાલુ છે. સુરક્ષા માટે 34 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. તો 300 પોલીસ જવાન પણ બીજા જિલ્લામાંથી બોલાવવામાં આવ્યા છે. એક લાખ 85 હજાર વોટર્સ નોટા સહિત મેદાનમાં ઉતરેલા 20 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. 


પેટાચૂંટણીને લઇને મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પેટાચૂંટણી માટે વહિવટીતંત્રએ સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. પેટાચૂંટણી માટે કરવામાં આવેલા મતદાનની ગણતરી 2 નવેમ્બરે સવારે થશે. 


તમને જણાવી દઇએ કે મોટાભાગની સીટો પર ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સાથે થઇ રહી છે. જોકે બિહારમાં NDA વર્સિસ UPA નો છે. અહીં કુશેશ્વર સ્થાન અને તારાપુર સીટ પર થઇ રહેલી પેટાચૂંટણીમાં પાર્ટીઓ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. 


દેશના 13 રાજ્યોની 29 વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી યોજાશે. અસમની 5, પશ્વિમ બંગાળની 4, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયની 3, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનની 2 અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની 1-1 વિધાનસભા સીટ પર મતદાન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube