નવી દિલ્લી: વર્ષ 2021 હવે પૂરું થશે અને 2022ની ધમાકેદાર એન્ટ્રી થશે. જો કે ભારતની દ્રષ્ટિએ જોઈએ તો કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ વર્ષ દેશ માટે ઘણું મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. જ્યારે લાાખો-હજારો લોકો અસમય જ કાળની ગર્તામાં ધકેલાઈ ગયા. તે સિવાય પશ્વિમ બંગાળ જેવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના હારના કારણે આ વર્ષ કેટલાંક મોટા રાજકીય ઘટનાક્રમનું પણ સાક્ષી રહ્યું. આવો આવી જ વર્ષની આવી 11 મોટી ઘટનાઓ પર નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગણતંત્ર દિવસ પર ખેડૂતોની હિંસા:
આ વર્ષે ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં ખેડૂતોએ પોતાની માગણીઓને લઈને એક ટ્રેક્ટર માર્ચ કાઢી. પરંતુ તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. ઉગ્ર પ્રદર્શનકારીઓની એક ભીડ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડસને તોડીને લાલ કિલ્લાની પ્રાચીર સુધી પહોંચી ગયા અને ત્યાં એક ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. મોટાભાગના ખેડૂત સંગઠનોએ તેના માટે પોલીસને જવાબદાર ગણી. આ ઘટનાએ ત્યારે બે મહિનાથી શાંત ચાલી રહેલા ખેડૂત આંદોલન પર સવાલ ઉભા કર્યા હતા.


2. બંગાળ ચૂંટણી અને તેના પછી થયેલી હિંસા:
આ વર્ષે પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની હાર આ વર્ષની સૌથી મોટી રાજકીય ઘટના માનવામાં આવે છે. પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી સતત ત્રીજીવાર સત્તામાં આવ્યા પછી રાજ્યમાં હિંસા ભડકી ઉઠી. વિપક્ષે આ હિંસા માટે ટીએમસીને જવાબદાર ગણાવી. ત્યારે ટીએમસીએ આ ઘટનાને વિપક્ષનું કાવતરું ગણાવ્યું. પછી કોલકાતા હાઈકોર્ટે હિંસાના પીડિતોને વળતર આપવામાં નિષ્ફળ રહેવા માટે પશ્વિમ બંગાળ સરકારની ટીકા કરી હતી.


3. કોવિડ-19ના કારણે ભારતમાં ઓક્સિજન સંકટ:
ભારત માટે આ સમય અનેક દાયકાનો સૌથી મુશ્કેલ સમયમાંથી એક રહ્યો. જયારે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે દેશમાં ભારે કહેર મચાવ્યો. આ દરમિયાન દેશની સ્વાસ્થ્ય સેવાઓની પોલ ખોલી નાંખી. લોકોને ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર માટે લાંબી-લાંબી લાઈન અને રસ્તે રઝળવું પડ્યું. જોકે કેન્દ્ર સરકારે દાવો કર્યો કે બીજી કોવિડ-19 લહેર દરમિયાન રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઓક્સિજનના સંકટના કારણે એકપણ મૃત્યુ થયું નથી.


4. પેન્ડોરા પેપર્સ લીક:
આ વર્ષે લીક થયેલા પેન્ડોરા પેપર્સે ભારતમાં તહલકો મચાવી દીધો. આ પેપરમાં 300 ભારતીય લોકોના નામ પણ છે. જેમાં 60 લોકો મોટા બિઝનેસમેન કે મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નીરવ મોદી, જેકી શ્રોફ, અજીત કેરકર અને કિરણ મજૂમદાર-શૉનો સમાવેશ થાય છે.


5. 70 વર્ષ પછી એર ઈન્ડિયાની માલિકી ટાટાને મળી:
ટાટા સન્સે 2021માં એર ઈન્ડિયાની હરાજી જીતી, જે એરલાઈનની સ્થાપના તેમણે 90 વર્ષ પહેલાં કરી હતી. આ વર્ષે સરકારે એર ઈન્ડિયા માટે ટાટા તરફથી 18,000 કરોડ રૂપિયાની હરાજી બોલીનો સ્વીકાર કરીને ટાટાને કંપનીનું 100 ટકા અધિગ્રહણ આપી દીધું. એર ઈન્ડિયાની સ્થાપના 1932માં ટાટા એરલાઈન્સના નામથી પરિવારના વંશજ અને વિમાન ઉત્સાહી જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા દ્વારા કરવામાં આવી હતી.


6. લખીમપુર ખીરી કાંડ:
આ વર્ષે ત્રણ ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતો પર એક થાર ગાડી ચઢાવી દેવામાં આવી. જેમાં ચાર ખેડૂતોના મૃત્યુ થઈ ગયા. આ હિંસામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા. આ કાંડમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષ મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યો છે. હાલમાં જ આશીષ મિશ્રાએ કોર્ટમાં જામી અરજી કરી હતી. જેના પર સુનાવણીને ટાળી દેવામાં આવી હતી.


7. ભારતે 100 કરોડ વેક્સીનનો રેકોર્ડ બનાવ્યો:
21 ઓક્ટોબર 2021 ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક દિવસ હતો. કોવિડ-19ની ભયાનક બીજી લહેર સામે ઝઝૂમ્યા પછી ભારતે 100 કરોડ વેક્સીનના ડોઝ મૂકીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો.


8. દેશના પહેલા સીડીએસ બિપિન રાવતનું નિધન:
ભારતના પહેલાં સીડીએસ બિપિન રાવતનું 8 ડિસેમ્બરે એક દુખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું. તમિલનાડુમાં ક્રેશ થયેલ Mi-17 V5 હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 અધિકારીઓ હતા. તેમાંથી એકપણ વ્યક્તિને બચાવી શકાયા ન હતા.


9. જેવલીન થ્રો સહિત ઓલિમ્પિકમાં ભારતને મળ્યા સૌથી મેડલ:
આ વર્ષે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓેએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ રમતોત્સવમાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચતાં જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ સહિત 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ પછી ભારતને હોકીમાં મેડલ અપાવ્યો.


10. ખેડૂત આંદોલનની વાપસી:
2021ના અંતિમ દિવસોમાં દેશની સૌથી મુખ્ય ઘટનાઓમાંથી એક છે ખેડૂત આંદોલનની વાપસી. છેલ્લાં 378 દિવસથી ખેડૂતોએ કૃષિ કાગદાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની સરહદોને બંધક બનાવી હતી. આંદોલનની વાપસી પછી 11 ડિસેમ્બરે ખેડૂતોએ ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધુ. આ દિવસને ખેડૂતોએ વિજય દિવસના સ્વરૂપમાં ઉજવ્યો.


11. હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ:
હરનાઝ સંધુના રૂપમાં ભારતને લગભગ બે દાયકા પછી મિસ યુનિવર્સનું ટાઈટલ જીત્યું. આ હરિફાઈનું આયોજન ઈઝરાયલમાં થયું હતું. તેના પ્રીલિમિનરી સ્ટેજમાં 79થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 21 વર્ષની હરનાઝે પેરાગ્વેની નાડિયા ફેરીરા અને દક્ષિણ આફ્રિકાની લાલેલા મસ્વાનેને પાછળ છોડીને ટાઈટલ પોતાના નામે કરી લીધું. તેની પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં આ તાજ જીત્યો હતો.