Maharashtra: ગઢચિરૌલીના જંગલોમાં C-60 કમાન્ડોની કાર્યવાહી, 26 નક્સલીઓનો સફાયો
મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલીસની સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલીઓના મોત થયા છે. અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટ (C-60 Commando Unit) ના કમાન્ડોએ ભાગ લીધો હતો.
નાગપુરઃ મહારાષ્ટ્ર (Maharashtra) ના ગઢચિરૌલી (Gadchiroli) જિલ્લામાં પોલીસની સાથે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલી માર્યા ગયા છે. અથડામણમાં સામેલ એક અધિકારી પ્રમાણે શનિવારે સવારે શરૂ થયેલી અથડામણ બપોર સુધી ચાલી હતી. આ એનકાઉન્ટરમાં કોલગુટ-દાનત જંગલોમાં ઓછામાં ઓછા 26 નક્સલી માર્યા ગયા છે.
શનિવારે સવારે જંગલોમાં થઈ અથડામણ
પોલીસ પ્રમાણે મહારાષ્ટ્ર પોલીસની (Maharashtra Police) નક્સલ વિરોધી સ્પેશિયલ સ્ક્વોડ C-60 યુનિટ (C-60 Commando Unit) ને શનિવારે નક્સલીઓના મૂવમેન્ટની સૂચના મળી હતી. ઘણા લાંબા સમય સુધી ચાલેલી અથડામણમાં પ્રતિબંધિત ભાકપા (નક્સલી) અને પોલીસમાં સામસામી ગોળીઓ ચાલી હતી.
આ પણ વાંચોઃ દિલ્હીમાં પ્રદૂષણ લૉકડાઉનની જાહેરાત, શાળાઓ બંધ, સરકારી કર્મચારી ઘરેથી કરશે કામ
26 નક્સલીઓના મોત થવાની સંભાવના
પોલીસ પ્રમાણે કમાન્ડો યુનિટ (C-60 Commando Unit) ના જબરદસ્ત એક્શન બાદ નક્સલી ધીમે-ધીમે ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ ત્યાં પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનામાં ઓછામાં ઓછા 26 નક્સલીના મોત થવાની સંભાવના છે. તેના મૃતદેહોને ભેગા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અથડામણમાં કોઈપણ કમાન્ડોને ઈજા પહોંચી નથી.
નક્સલ વિરોધી સ્પેશિયલ ફોર્સ છે C-60 યુનિટ
મહત્વનું છે કે નક્સલીઓનો સામનો કરવા માટે આંધ્ર પ્રદેશ પોલીસે ગ્રેહાઉન્ડ યુનિટ બનાવી રાખી છે. આ યુનિટના જવાન નક્સલીઓના ડ્રેગમાં જંગલોમાં રહે અને ત્યાં પર તેના વિશે સૂચના મેળવી માઓવાદીઓનો સફાયો કરે છે. તે પ્રમાણે મહારાષ્ટ્રમાં નક્સલ વિરોધી સ્પેશિયલ સ્ક્વોડ C-60 યુનિટ (C-60 Commando Unit) તૈયાર કરવામાં આવી છે. આ યુનિટમાં રાજ્ય પોલીસના 62 દમદાર જવાનોને સામેલ કરવામાં આવે છે. વિશેષ હથિયારોથી લેસ આ જવાન પણ નક્સલીઓની જેમ જંગલોમાં રહીને તેનું કામ-તમામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube