નવી દિલ્હી : મધ્ય પ્રદેશા બૈતુલમાં એક વગદાર પરિવારની વહુની સંદિગ્ધ હાલતમાં મળેલી લાશનો મામલો મર્ડર મિસ્ટ્રી સુધી પહોંચી ગયો છે. બૈતુલના ન્યૂ મામા જ્વેલર્સની સીએ વહુ નેહા તાતેડની લાશ શનિવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે ફાંસી લગાવેલી હાલતમાં મળી હતી. પહેલાં તો નેહાની મોતને આત્મહત્યા ગણાવાઈ હતી પણ પોસ્ટમોર્ટમમાં ડોક્ટરે જણાવ્યું છે કે દોરીથી ગળું દબાવાને કારણે મોત થયું છે જેના કારણે મોડી રાત્રે પોલીસે નેહાના પતિ અનિરૂદ્ધ તાતેડ, સસરા રાજેન્દ્ર તાતેડ તેમજ સાસુ રિતુ તાતેડની ધરપકડ કરી છે. જોકે નેહાના સાસરિયાં આ મોતને આત્મહત્યા ગણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viral Video : બિહારમાં ધોળા દિવસે સગીરાના કપડાં ફાડીને છેડતી, ચારની ધરપકડ


હકીકતમાં નેહાના પિયરપક્ષે તેઓ ન પહોંચે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દીધી હતી અને તેમની હાજરીમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આ્વ્યું હતું. 24 કલાકના વિવાદ પછી પોલીસને નેહાના મૃત્યુને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી હતી. નેહાના સાસરિયાં અને પિયરપક્ષ બંને વગદાર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એક પરિવાર મંત્રી સુરેન્દ્ર પટવાની નિકટ છે તો બીજો પરિવાર લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનના OSDનો સંબંધી છે. આ સંજોગોમાં કેસ હાઇ પ્રોફાઇલ બની ગયો છે.


સીએ નેહાના લગ્ન બૈતુલના સરાફા વેપારી અનિરૂદ્ધ તાતેડ સાથે લગભગ સવા વર્ષ પહેલાં થયા હતા. નેહાનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું હતું ત્યારે એકાએક તેના મૃત્યુના સમાચાર આ્વ્યા હતા. સાસરિયાનું કહેવું છે કે નેહાએ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી લીધી છે. તેમનો દાવો છે કે નેહા સીએ હતી અને તેને લાગતું હતું કે લગ્ન પછી તેનું જીવન આગળ નથી વધી રહ્યું. આ સંજોગોમાં તેણે હતાશાના કારણે આત્મહત્યા કરી લીધી છે. જોકે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી પોલીસે નેહાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ કલમ 302, 304 બી અને 34 અંતર્ગત હત્યાનો મામલો નોંધ્યો છે. નેહાના પરિવારનું કહેવું છે કે નેહાએ ફોન પર દહેજ માટે તેને માર મારવાની વાત કહી હતી. નેહાએ ફોન પર તેની માતાને કહ્યું હતું કે મમ્મી આ લોકો ગમે ત્યારે મારી હત્યા કરી શકે છે.