Amit Shah: `ક્યારેય પાછો નહીં ખેંચાય CAA, બધા રાજ્યએ લાગૂ કરવો પડશે કાયદો, મોદીની વાત પથ્થરની લકીર`
CAA Notification: `વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યો છે...CAA ક્યારેય પાછો નહીં ખેંચાય`, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજું શું કહ્યું જાણો વિગતવાર...
Amit Shah on Citizenship Amendment Act: CAA એટલેકે, નાગરિકતા સંશોધન કાયદા અંગે દેશભરમાં ભારે ઓહાપોહ થઈ રહ્યો છે. નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો ત્યારથી દેશમાં હંગામો મચી ગયો છે. વિપક્ષનું કહેવું છે કે ભાજપે રાજકીય લાભ માટે CAA લાગુ કર્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સંશોધન કાયદા પર ખુલીને વાત કરી હતી. અમિત શાહે કહ્યું કે CAAના સમય પર સવાલ ઉઠાવવો ખોટું છે. કોરોના વાયરસને કારણે CAAમાં વિલંબ થયો. પીડિત નાગરિકોને નાગરિકતાનો અધિકાર છે. તમામ વિરોધ પક્ષો, પછી તે અસદુદ્દીન ઓવૈસી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય કે કેજરીવાલ હોય, તેઓ જુઠ્ઠાણાની રાજનીતિ કરી રહ્યા છે. તેથી સમય મહત્વપૂર્ણ નથી. ભાજપે 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે અમે CAA લાવશું અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપીશું.
ક્યારેય પાછો નહીં ખેંચાય CAA:
વિપક્ષ લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવાના સમયને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યો છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત દરેક આના પર રાજનીતિ કરી રહ્યા છે. હું 2019 થી કહી રહ્યો છું કે CAA લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. CAA ક્યારેય પાછી ખેંચવામાં આવશે નહીં.
મોદીની વાત પથ્થરની લકીર છેઃ
વાસ્તવમાં ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આમાં તેમણે વિપક્ષો પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ માત્ર પોતાની વોટ બેંકને પૂરી કરવા માટે નિવેદનો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે વિપક્ષો જે કહે છે તે વચન ન પાળવાનો ઈતિહાસ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપે જે પણ કહે છે તે પુરું કરે છે, મોદી જે કહે છે તે કરે છે, મોદીની વાત એ પથ્થરની લકીર છે...મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે.
CAAના સમય પર વિપક્ષને આપ્યો જવાબ-
ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને CAAના સમય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'ઓવૈસી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ જુઠ્ઠાણાની રાજનીતિ કરી રહી છે. સમયનો પ્રશ્ન જ નથી. ભાજપે 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તે CAA લાવશે અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપશે.
ગૃહમંત્રીએ કહ્યું, '2019માં જ સંસદમાં CAA પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડને કારણે તેના અમલમાં વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટબેંકને મજબૂત કરવા માંગે છે. તેમનો પર્દાફાશ થયો છે અને દેશના લોકો જાણે છે કે CAA આ દેશનો કાયદો છે. મેં છેલ્લા 4 વર્ષમાં 41 વખત કહ્યું છે કે ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે.