CAA: લેફ્ટના પ્રદર્શનની અસર, મમતા બેનર્જી પીએમ મોદીના કાર્યક્રમથી રહ્યાં દૂર
નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજીત આ કાર્યક્રમ માટે મમતા બેનર્જીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શનિવારે મમતા બેનર્જીએ પીએમ સાથે મુલાકાત કરી અને તેમને સીએએ કાયદો પરત લેવાની અપીલ કરી હતી.
કોલકત્તાઃ નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંચ પર આવ્યા બાદ વામપંથી વિદ્યાર્થી સંગઠનોના નિશાન પર આવેલા મમતા બેનર્જીએ આજે કોલકત્તા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ ન લીધો. માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન પીએમ મોદી સાથે બીજીવાર મંચ શેર કરવાથી દૂર રહ્યાં, કારણ કે લેફ્ટ સીએએને લઈને ખુબ આક્રમક છે. સૂત્રો પ્રમાણે, મમતા બેનર્જીએ પીએમ મોદીની સાથે ભાષણ આપવાનું છે, કારણે પણ તેઓ કાર્યક્રમથી દૂર રહ્યાં હતા.
નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજીત આ કાર્યક્રમ માટે મમતા બેનર્જીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શનિવારે મમતા બેનર્જીએ પીએમ સાથે મુલાકાત કરી અને તેમને સીએએ કાયદો પરત લેવાની અપીલ કરી હતી. આ મુલાકાત પર તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લેફ્ટ સંગઠનોએ મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાતનો વિરોધ કરતા તેમના પર સીએએ વિરુદ્ધ લડાઈને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
વામપંથી છાત્ર સંગઠનોના નિશાન પર આવ્યા મમતા
વામપંથી છાત્ર સંગઠનોએ કહ્યું હતું કે, રાજ્ય મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ કાયદાનો વિરોધ કરી રહ્યું છે તો તેવામાં સીએમે તેમની સાથે મુલાકાત કરવાની શું જરૂર હતી? લેફ્ટ પાર્ટીઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીના ગ્રુપે પ્રદર્શન સ્થળ પર પહોંચીને મમતા બેનર્જી વિરુદ્ધ 'આઝાદી', 'છી-છી', શેમ-શેમના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીઓએ નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનને નબળુ પાડવા માટે સીએમ પાસે જવાબ માગ્યો હતો.
PM મોદીએ કહ્યું, 'કલકત્તા પોર્ટ હવે શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે'
મમતા બેનર્જી સીધા સ્ટેજ પર પહોંચ્યા અને પ્રદર્શનકારીઓને શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું, 'હું મુખ્યપ્રધાન તરીકે પીએમ મોદી સાથે મુલાકાત કરવા ગઈ હતી. આ એક નૈતિક મુલાકાત હતી. મને એકપણ એવા સીએમ દેખાડો જેમણે પીએમના મોઢા પર સીએએનો વિરોધ કર્યો હોય. વિદ્યાર્થીઓને સીએમે કહ્યું, 'સીએએ વિરુદ્ધ અમે પહેલા દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છીએ. આપણા બધાનો મુદ્દો એક છે, તેથી તેને મુદ્દાથી ન ભટકાવો. હું તમને લોકતાંત્રિક રીતે વિરોધ કરવાની અપીલ કરુ છું.'
વડાપ્રધાન મોદી અને સીએમ મમતા બેનર્જી વચ્ચે મુલાકાત પર કોંગ્રેસ અને સીએમ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. તેમણે મમતા પર, જનતા સાથે વિશ્વાસઘાત, બેવડુ વલણ અપનાવવા અને ભગવા જૂથને અંદરને અંદર મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તો ટીએમસીના નેતૃત્વએ કોઈપણ પ્રકારની પોલિટિકલ મેચ ફિક્સિંગનો ઇનકાર કરતા સરકાર વચ્ચેની બેઠક ગણાવી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube