Dilip Kumar ના નિધન બાદ લેવાયો નિર્ણય, આજે થનારી Cabinet and CCEA Meetings સ્થગિત
દિલીપકુમારના નિધનના ખબર બાદ બુધવારે બપોરે થનારી કેબિનેટ બેઠક સ્થગિત કરાઈ છે.
નવી દિલ્હી: જાણીતા અભિનેતા દિલીપકુમાર (Dilipkumar) ના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાષ્ટ્રતિ રામનાથ કોવિંદ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિલીપકુમારના નિધનના ખબર બાદ બુધવારે બપોરે થનારી કેબિનેટ બેઠક સ્થગિત કરાઈ છે.
કેબિનેટ બેઠક સ્થગિત
કેબિનેટ બેઠકની સાથે જ આજે થનારી આર્થિક મામલા સંબંધિત મંત્રીમંડળ(CCEA) ની બેઠક પણ ટાળવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફિલ્મ અભિનેતા દિલીપકુમારના નિધન બાદ બપોરે 11 વાગે થનારી આ બેઠકો સ્થગિત કરાઈ છે. આજે સાંજે લગભગ 5 વાગે સાંતાક્રૂઝ સ્થિત કબ્રસ્તાનમાં દિલીપકુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલીપકુમારના અંતિમ સંસ્કારમાં બોલીવુડ અને રાજનીતિના દિગ્ગજો સામેલ થઈ શકે છે.
આ બાજુ આજે થનારા કેબિનેટ વિસ્તરણ માટે સાંજે 6 વાગે કાર્યક્રમ નક્કી કરાયો છે અને રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રીમંડળના નવા સભ્યોનો શપથગ્રહણ સમારોહ થશે. આ સતત બીજી વાર સત્તામાં આવેલી મોદી સરકારનો પહેલો કેબિનેટ વિસ્તાર છે. અનેક રાજ્યોના નેતાઓને આ ફેરબદલમાં જગ્યા મળી રહી છે. આ માટે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મંત્રીમંડળમાં સામેલ થવા માટે નવા ચહેરાને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા છે.
આજે સવારે થયું દિલીપકુમારનું નિધન
દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું આજે 98 વર્ષની વયે લાંબી બીમારી બાદ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું. દિલીપકુમારને દાદા સાહેબ ફાળકે, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા સન્માનોથી નવાજવામાં આવેલ હતા. તેઓ 2000માં રાજ્યસભા માટે પણ નોમિનેટ થયા હતા. પાકિસ્તાનના પેશાવરમાં 1922માં જન્મેલા દિલીપકુમારને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન એ ઈમ્તિયાઝથી પણ સન્માનવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube