Cabinet Decision: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે 50,000 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચથી 936 કિલોમીટર લાંબા 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પણ બનશે હાઈ-સ્પીડ રોડ કોરિડોર
કેન્દ્રીય કેબિનેટમાં દેશમાં કુલ આઠ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રની આ જાહેરાતમાં ગુજરાતને પણ મોટી ભેટ મળી છે. ગુજરાતમાં પણ હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનશે. ગુજરાતમાં થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચે નેશનલ હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. 



ભીડ અને કનેક્ટિવિટી ઘટાડવામાં મદદ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટે આજે (2 ઓગસ્ટ 2024) સમગ્ર દેશમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, ભીડ ઘટાડવા માટે કુલ રૂ. 50,000 કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 


દેશમાં આ 8 જગ્યાએ બનશે હાઈ સ્પીડ-રોડ કોરિડોર
6-લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
4-લેન ખારાપુર-મોરેગ્રામ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
6- લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
4-લેન અયોધ્યા રિંગ રોડ
4-લેન પથલગાંવ અને ગુમલા રાયપુર-રાંચી નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
6-લેન કાનપુર રિંગ રોડ
4-લેન નોર્થ ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરવો.
પુણે નજીક 8-લેન એલિવેટેડ નાશિક ફાટા-ખેડ કોરિડોર


8 નવા નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના ફાયદા
રેલવે મંત્રીએ કહ્યું કે 6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણથી આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીનો સમય 50 ટકા ઓછો થઈ જશે. કાનપુર-મૃગ્રામ કોરિડોર પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના અર્થતંત્રમાં પરિવર્તન લાવશે. કાનપુર રિંગ રોડ કાનપુરની આસપાસના હાઇવે નેટવર્કમાં ભીડ ઘટાડશે. રાયપુર-રાંચી કોરિડોર પૂર્ણ થવાથી ઝારખંડ અને છત્તીસગઢના વિકાસનો માર્ગ ખુલશે. ગુજરાતમાં સીમલેસ પોર્ટ કનેક્ટિવિટી માટે હાઇ સ્પીડ રોડ નેટવર્કનું નિર્માણ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા થરાદ અને અમદાવાદ વચ્ચે નવો કોરિડોર પૂર્ણ કરવામાં આવશે.