SC/ST બિલમાં સંશોધનને મંજૂરી, આ સપ્તાહે સંસદમાં રજૂ કરશે સરકાર
એનડીએના સહયોગી દળ એલજેપીએ મોદી સરકારને બિલમાં સંશોધનની માંગ કરી હતી. એલજેપી મુખિયા રામવિલાસ પાસવાને કહ્યું કે સરકારની દલિત વિરોધી છબિ બની રહી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનતાતિ (અત્યાતાર નિવારણ) અધિનિયમમાં સંશોદનને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ મોદી સરકાર સંશોધિત બિલને ચાલુ સંસદ સત્રમાં રજૂ કરશે.
આ મુદ્દા પર એનડીએના સહયોગી દળ લોક જનશક્તિ પાર્ટીના મુખિયા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મોદી સરકારની દલિત વિરોધી છબિ બનવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ હવે મોદી સરકારે બિલમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આ વર્ષની શરૂઆતમાં એસસી-એસટી એક્ટની કેટલિક મહત્વની જોગવાઇને તે કહેતા રદ્દ કરી દીધી હતી કે તેનો દુરૂપયોગ જોવા મળ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ દલિત સંગઠનોએ ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેને કારણે ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ સામે આવી હતી.
કોર્ટના તે નિર્ણય બાદ મોદી સરકાર બેકફુટ પર નજર આવી રહી હતી અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યા હતા. ત્યાં સુધી કે દલિતોનું નેતૃત્વ કરનાર એનડીએના સહયોગી દળોએ પણ સરકારને આ દિશામાં પગલું ભરવાની માંગ કરી હતી.
હાલમાં જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એ.કે ગોયલને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા તો એલજેપીએ તેનો ખૂબ વિરોધ કર્યો. મહત્વનું છે કે એકે ગોયલે સુપ્રીમ કોર્ટમાં રહેતા એસસી/એસટી કાયદાની કેટલિક જોગવાઇને રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી રામવિલાસ પાસવાનની પાર્ટી સહિત બીજા સંગઠનોએ તેમની નિમણૂકનો વિરોધ કર્યો. ત્યાં સુધી કે પાસવાને મોદી સરકારને 9 ઓગસ્ટ પહેલા આ સંબંધમાં સંશોધન લાવવાની માંગ કરતા રસ્તા પર ઉતરવાની ચેતવણી આપી હતી.