Cabinet decisions: મોદી સરકારનો મોટો નિર્ણય, 13 કરોડ કિસાનોને થશે ફાયદો
મોદી સરકારે કિસાનો અને રૂરલ સેક્ટર માટે મોટો નિર્ણય કર્યો છે. તે હેઠળ દેશભરમાં સક્રિય 63000 પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીનું કમ્પ્યૂટરીકરણ કરવામાં આવશે. તેનાથી આશરે 13 કરોડ કિસાનોને ફાયદો થશે.
નવી દિલ્હીઃ સરકારે દેશમાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ અને કોઓપરેટિવ સેક્ટરમાં પારદર્શિતા લાવવા માટે મોટુ પગલું ઉઠાવ્યું છે. તે હેઠળ દેશભરમાં સક્રિય 63000 પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાઇટીઝ (પેક્સ)નું કમ્પ્યૂટરીકરમ કરવામાં આવશે. તે હેઠળ પ્રત્યેક સમિતિ પર આશરે ચાર લાખ રૂપિયાનો ખર્ત આપશે. તેમાં 75 ટકા ભાગ કેન્દ્ર સરકાર વહન કરશે, જ્યારે બાકી ખર્ચ રાજ્ય અને નાબાર્ડ ઉઠાવશે. તેનાથી આશરે 13 કરોડ કિસાનોને ફાયદો થશે. કેબિનેટે પેક્સના કમ્પ્યૂટરીકરણને મંજૂરી આપી દીધી છે. કુલ 2516 રોડ રૂપિયાના બજેટની સાથે 63000 કાર્યરત પેક્સને કમ્પ્યૂટરીકરણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલાની કેબિનેટ કમિટીએ પેક્સના કમ્પ્યૂટરીકરણને મંજૂરી આપી છે. તેનો ઇરાદો પેક્સની ક્ષમતા વધારતા તથા તેના સંચાલનમાં પારદર્શિતા તથા જવાબદારી લાવવાનો છે. તેનાથી પેક્સને પોતાના બિઝનેસમાં વિવિધતા લાવવા અને વિવિધ ગતિવિધિઓ/સેવાઓ શરૂ કરવાની સુવિધા મળશે. આ પરિયોજનામાં કુલ 2516 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે, જેમાં ભારત સરકારની ભાગીદારી 1528 કરોડ રૂપિયાની હશે. પેક્સ દેશમાં ટૂંકા ગાળાની સહકારી લોન (એસટીસીસી) ની ત્રિ-સ્તરીય વ્યવસ્થામાં સૌથી નિચલા સ્તર પર પોતાની ભૂમિકા નિભાવે છે. આશરે 13 કરોડ કિસાન તેના સભ્ય છે અને તે ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ પણ વાંચોઃ ફ્લોર ટેસ્ટ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, ફેસબુક પર કરી જાહેરાત
શું છે પેક્સ
દેશમાં તમામ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ કેસીસી લોનમાં પેક્સનો ભાગ 41 ટકા (3.01 કરોડ કિસાન) છે. પેક્સના માધ્યમથી આ કેસીસી લોનમાં 95 ટકા (2.95 ટકા કરોડ કિસાન) નાના અને સીમાંત કિસાનોને આપવામાં આવ્યા છે. અન્ય બે સ્તરો અર્થાત રાજ્ય સરકારી બેન્કો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કોને પહેલાં જ નાબાર્ડ દ્વારા સ્વચાલિત કરી દેવામાં આવી છે અને તેને સંયુક્ત બેન્કિંગ સોફ્ટવેર (સીબીએસ) હેઠળ લાવવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં પેક્સનું આંશિક આધાર પર કમ્પ્યૂટરીકરણ કરવામાં આવશે.
પેક્સનું કમ્પ્યૂટરીકરણ ફાઇનાન્શિયલ ઇનક્લૂઝનના ઉદ્દેશ્યોને પૂરા કરવા તથા કિસાનોને અપાતી સેવાઓની આપૂર્તિને મજબૂત કરવા સિવાય વિભિન્ન સેવાઓ તથા ખાતર, બીજ વગેરે જેવા ઇનપુટની જોગવાઈ માટે નોડલ સેવા વિતરણ બિંદુ બની જશે. આ પરિયોજના ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલીકરણને સારૂ બનાવવા સિવાય બેન્કિંગ ગતિવિધિઓની સાથે-સાથે બિન-બેન્કિંગ ગતિવિધિોના કેન્દ્રના રૂપમાં પેક્સની પહોંચને સારી બનાવવામાં મદદ કરશે. આ પરિયોજનામાં સાઇબર સુરક્ષા તથા આંકડાના સંગ્રહણની સાથે-સાથે ક્લાઉડ આધારિત સોફ્ટવેરનો વિકાસ, પેક્સે હાર્ડવેર સંબંધિત સહાયતા પ્રદાન કરવી, મેન્ટેનન્સ સંબંધી સહાયતા તથા તાલિમ સહિત વર્તમાન રેકોર્ડનું ડિજિટલીકરણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube