કેન્દ્રીય કેબિનેટે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને મંજૂરી આપી દીધી છે. જેમાં આગામી પાંચ વર્ષ માટે લગભગ 1,600 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે. જેથી હવે તમારા સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી ડિજિટલ થઈ જશે. આવો જાણીએ કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારવાર સેવામાં થશે સુધારો
સરકાર થકી આપવામાં આવેલા નિવેદન અનુસાર, આયુષ્માન ભારત ડિજિટલ મિશનની મદદથી હવે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવું વધુ સરળ બનશે. સાથે જ દર્દીઓની માહિતી ઓનલાઈન હોવાથી તેઓ વધુ સારી રીતે તેમની સારવાર મેળવી શકશે અને સાથે જ તેઓ ગમે ત્યાં જઈને સરળતાથી સારવાર મેળવી શકશે.


આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટના ફાયદા
તમે તમારા મોબાઈલ ફોનમાં જ્યાં ઇચ્છો ત્યાં વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ્સ જોવા માટે સમર્થ હશો.
હવે તમારે ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહીં.આ ખાતા પર નેશનલ ડિજિટલ હેલ્થ સિસ્ટમની તમામ સુવિધાઓ એકસાથે લઈ શકશો.

UP Assembly Election 2022: કાશીમાં ગર્જ્યા મોદી, કહ્યું- ઘોર પરિવારવાદી અમારો મુકાબલો કરી શકતા નથી


આયુષ્માન ભારત એપ પર હેલ્થ એકાઉન્ટ આ રીતે કરો જનરેટ
ABHA નંબર જનરેટ કરવા માટે, તમારે આધાર નંબરનો ઉપયોગ કરવો પડશે.
આ સિવાય નામ, જન્મતારીખ, લિંગ અને સરનામાની માહિતી આપવાની રહેશે.
જો તમારી પાસે આધાર નંબર નથી, તો તમારે ડ્રાઇવિંગ લાઈસન્સ અથવા મોબાઇલ નંબર આપવો પડશે.
તમને આ નંબર આરોગ્ય સેતુ એપમાં જ દેખાશે.
વપરાશકર્તાઓ તેમનો ABHA નંબર ABHA એપ અથવા abdm.gov.in/ પર જનરેટ કરી શકે છે.


શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન?
ભારત સરકારે આ મિશન થકી આરોગ્ય ક્ષેત્રને ડિજિટલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. આની મદદથી તમામ દર્દીઓ માટે હેલ્થ આઈડી કાર્ડ જનરેટ કરવામાં આવશે. જેના પર દર્દીઓની સારવાર અને તેમની દવાઓનો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની મદદથી તેઓ ઈચ્છે ત્યાં જઈ શકશે અને સારવાર સરળતાથી કરાવી શકશે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તેને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરાયું અને હવે તેને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે.


17 કરોડથી વધુ ખાતા ખુલ્યા
આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ હેલ્થ ખાતાઓ બનાવવામાં આવ્યા છે અને આ મિશનમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ડૉક્ટરો અને 17 હજારથી વધુ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સંખ્યામાં વધુ વધારો કરવા માટે ઘણા નવા પગલાં લેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube