PMKSY: 2021-26 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના અમલીકરણને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિની બેઠકમાં રૂ. 93,068 કરોડના ખર્ચ સાથે 2021-26 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)ના અમલીકરણને આજે મંજૂરી આપવામાં આવી હતી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિની બેઠકમાં રૂ. 93,068 કરોડના ખર્ચ સાથે 2021-26 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)ના અમલીકરણને આજે મંજૂરી આપવામાં આવી હતી.
આર્થિક બાબતો અંગેની કૅબિનેટ કમિટિ (સીસીઈએ)એ રાજ્યોને રૂ. 37,454 કરોડની કેન્દ્રીય મદદ અને પીએમકેએસવાય 2016-21ના અમલીકરણ દરમ્યાન સિંચાઇ વિકાસ માટે ભારત સરકાર દ્વારા મેળવાયેલી લોન માટે દેવા ચૂકવણીના રૂ. 20,434.56 કરોડને મંજૂરી આપી હતી.
એક્સલરેટેડ ઈરિગેશન બેનિફિટ પ્રોગ્રામ (એઆઇબીપી), હર ખેત કો પાની (એચકેકેપી) અને વૉટરશેડ ડેવલપમેન્ટના ઘટકોને 2021-26 દરમ્યાન ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે.
નવા વર્ષથી લોકોને લાગશે મોટો આંચકો, પ્રાઇવેટ હોસ્પિટલોએ લીધો આ મોટો નિર્ણય
ભારત સરકારની મહત્વની યોજના એક્સલરેટેડ ઈરિગેશન બેનિફિટ પ્રોગ્રામનો ઉદ્દેશ સિંચાઇ પરિયોજનાઓને નાણાકીય મદદ માટેનો છે. એઆઇબીપી હેઠળ કુલ વધારાની સિંચાઇ સંભાવના સર્જનનો લક્ષ્યાંક 2021-26 દરમ્યાન 13.88 લાખ હૅક્ટરનો છે. પોતાના 30.23 લાખ હૅક્ટર સિંચાઇ વિસ્તાર વિકાસ સહિત 60 ચાલી રહેલી પરિયોજનાઓની ધ્યાન કેન્દ્રીત પૂર્ણાહુતિ ઉપરાંત વધારાની પરિયોજનાઓ પણ હાથ ધરી શકાશે. આદિવાસી અને દુકાળની સંભાવનાવાળા વિસ્તારો હેઠળની પરિયોજનાઓ માટે સમાવેશના માપદંડમાં છૂટછાટ આપવામાં આવી છે.
બે રાષ્ટ્રીય પરિયોજનાઓ- જેમનાં નામ છે રેણુકાજી ડેમ પરિયોજના (હિમાચલ પ્રદેશ) અને લખવાર બહુહેતુક પરિયોજના (ઉત્તરાખંડ) માટે પાણી ઘટકના 90% કેન્દ્રીય ફંડિંગની જોગવાઇ કરવામાં આવી છે. આ બે પરિયોજનાઓ યમુના તટપ્રદેશમાં સંગ્રહની શરૂઆત પૂરી પાડશે જેનાથી યમુના તટપ્રદેશના ઉપરવાસના છ રાજ્યોને લાભ થશે, દિલ્હી અને સાથે સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને પાણી પુરવઠો વધશે અને યમુનાની કાયાકલ્પ તરફનું આ એક મોટું પગલું છે.
Congratulations India: કોલકત્તાની દુર્ગાપૂજાને મળ્યો હેરિટેજનો દરજ્જો
હર ખેત કો પાની (એચકેકેપી)નો ઉદ્દેશ નિશ્ચિત સિંચાઈ હેઠળ કૃષિયોગ્ય વિસ્તારના વિસ્તરણ અને ખેતરમાં ભૌતિક પહોંચ વધારવા માટેનો છે. એચકેકેપી હેઠળ, સરફેસ માઇનર ઈરિગેશન અને પીએમકેએસવાયનાં જળાશયોનાં સમારકામ-નવીનીકરણ-પુન:સ્થાપનના ઘટકનું લક્ષ્ય વધારાના 4.5 લાખ હૅક્ટર સિંચાઇ પૂરું પાડવાનું છે. જળાશયોની કાયાકલ્પની અગત્યતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળે શહેરી અને ગ્રામીણ વિસ્તારો બંનેમાં એમની કાયાકલ્પનાં નિધિયનમાં ઉદાહરણરૂપ ફેરફારને મંજૂરી આપી છે જેમાં સમાવેશના માપદંડને મહત્વપૂર્ણ રીતે વિસ્તારવામાં આવ્યાં છે અને સામાન્ય વિસ્તારમાં કેન્દ્રીય મદદ 25%થી વધારીને 60% કરવામાં આવી છે. વધુમાં. એચકેકેપીના ભૂમિગત જળ ઘટક, 2021-22 માટે કામચલાઉ રીતે મંજૂરી અપાઇ છે, એનો લક્ષ્યાંક 1.52 લાખ હૅક્ટર સિંચાઇ સંભાવનાનાં સર્જનો છે.
વૉટરશેડ વિકાસ ઘટક વરસાદી પાણીનાં વિસ્તારોના ધરા અને જળ સંરક્ષણ પ્રતિ વિકાસ, ભૂમિગત જળના નવજીવન, એને વહી જતું અટકાવવા અને જળ લણણી અને વ્યવસ્થાપન સંબંધી વિસ્તૃત પ્રવૃત્તિઓને ઉત્તેજન પર ધ્યાન કેન્દ્રીત કરે છે. જમીન સંસાધનોના વિભાગના મંજૂર વોટરશેડ વિકાસ ઘટકમાં 2021-26 દરમ્યાન વધારાની 2.5 લાખ હૅક્ટર સુરક્ષિત સિંચાઈ હેઠળ લાવવા વરસાદી પાણીની/ખરાબ થયેલી 49.5 લાખ હૅક્ટર જમીનોને આવરી લેતી મંજૂર પરિયોજનાઓને પૂર્ણ કરવાની કલ્પના છે. સ્પ્રિંગશેડ્સના વિકાસ માટે ચોક્કસ જોગવાઇ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.
2015માં શરૂ કરાયેલી પીએમકેએસવાય એ એક છત્ર યોજના છે જે નીચે વિગતે જણાવેલી ચોક્કસ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારોને કેન્દ્રીય અનુદાન પૂરું પાડે છે. જળ સંસાધનોના વિભાગ દ્વારા, એના બે મુખ્ય ઘટકો છે. નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર, જેમનાં નામ છે એક્સલરેટેડ ઈરિગેશન બેનિફિટ્સ પ્રોગ્રામ (એઆઇબીપી) અને હર ખેત કો પાની (એચકેકેપી). એચકેકેપી, એના વારાફરતી ચાર પેટા ઘટકો છે- સિંચાઇ વિસ્તાર વિકાસ એટલે કે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ (સીએડી), સરફેસ માઇનર ઈરિગેશન (એસએમઆઇ), રિપેર, રિનોવેશન એન્ડ રિસ્ટોરેશન (આરઆરઆર) ઑફ વોટર બૉડીઝ અને ભૂમિગત જળ વિકાસ. આ ઉપરાંત, વૉટરશેડ ડેવલપમેન્ટ ભાગનો અમલ જમીન સંસાધન વિભાગ દ્વારા થઈ રહ્યો છે. પીએમકેએસવાયનું વધુ એક ઘટક પર ડ્રોપ મોર ક્રોપ છે અને એનો અમલ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube