Modi Cabinet Decisions: કિસાનો માટે સરકારની મોટી જાહેરાત, મળશે સસ્તી લોન અને વ્યાજ પર 1.5% છૂટ
મોદી સરકારે કિસાનો માટે ક્રેડિટ સબવેન્શન સ્કીમને જારી રાખી છે. એટલે કે જે કિસાનોએ શોર્ટ ટર્મ લોન લીધી છે તેને સમયથી લોન ચુકાવવા પર વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કિસાનો માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટે ઓછા સમયગાળાની લોન સમયસર ચુકવનાર કિસાનો માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (Interest Subvention Scheme) ને યથાવત રાખી છે. તેવામાં જે કિસાનોએ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન શોર્ટ ટર્મ માટે લીધી છે, તેને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે.
તે માટે સરકારે બજેટમાં 34846 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ઇન્ટરેસ્ટ સબવેન્શન, એટલે કે લોનનું વ્યાજ ચુકાવવા પર કિસાનોને દોઢ ટકાની છૂટ મળશે, તેની ભરપાઈ માટે સરકાર આ ચુકવણી સીધી લોન આપનારી બેન્ક અને સહકારી સંસ્થાઓને કરશે.
શું છે સબવેન્શન સ્કીમ
તમને જણાવી દઈએ કે સરકાર તરફથી સહકારી સમિતિઓ અને બેન્કો દ્વારા કિસાનોને ઓછા વ્યાજ પર શોર્ટ અને લોન્ગ ટર્મ માટે લોન આપવામાં આવે છે. આ લોનને ઘણા કિસાન સમય પર ચુકવી દે છે અને જ્યારે ઘણા કિસાન કોઈ કારણોસર લોન ચુકવી શકતા નથી. તેવામાં જે કિસાન સમય પર લોન ચુકવી આપે છે, તેવા કિસાનો માટે વ્યાજ અનુદાન યોજના અનુદાન એટલે કે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમનો ફાયદો મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube