Cabinet Big Decision on MSP: કિસાનો માટે ખુશખબર, કેન્દ્રએ 17 પાકની MSP નક્કી કરી, જાણો કેટલી વધી કિંમત
Cabinet Decision on MSP: કેન્દ્રીય કેબિનેટે કિસાનોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે 14 ખરીફ પાક માટે એમએસપી નક્કી કરી છે.
નવી દિલ્હીઃ આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે 2022-23 ખરીફ વેચાણ સિઝન માટે 14 પાકની એમએસપી નક્કી કરવામાં આવી છે. ધાનની એમએસપી 2040 રૂપિયા પ્રતિ ક્લિન્ટલ નક્કી કરવામાં આવી છે. ધાનની એમએસપીમાં 100 રૂપિયા પ્રતિ ક્લિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે કેન્દ્રીય કેબિનેટે તુવેરની દાળની એમએસપીમાં પણ વધારો કર્યો છે. તુવેર દાળની એમએસપી 6600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જેમાં પાછલા વખત કરતા 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકેરે કહ્યુ કે, આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તલના ભાવમાં 523 રૂપિયાનો વધારો થશે. મગ પર પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો વધારો થશે. સૂરજમુખી પર 358 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગફળીની એમએસપીમાં 300 રૂપિયાનો વધારો થશે.
કેન્દ્ર સરકારે આ પાકની એમએસપી વધારી
ડાંગર (સામાન્ય), ડાંગર (એ ગ્રેડ), જુવાર (સંકર), જુવાર (માલદાંડી), બાજરી, રાગી, મકાઈ, તુવેર (તુવેર), મગ, અડદ, મગફળી, સૂર્યમુખી બીજ, સોયાબીન (પીળો), તલ, રામતીલ, સરકારે કપાસ (મધ્યમ ફાઇબર), કપાસ (લાંબા ફાઇબર) પર એમએસપીમાં વધારો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV