નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળને બુધવારે નવી સંદેશાવ્યવહાર નીતિ (Telecome Policy)ને બુધવારે મંજુરી આપી છે. આ નવી નીતિને 'રાષ્ટ્રિય ડિજિટલ સંચાર નીતિ (NDCP)', 2018 નામ અપાયું છે. જેના અંતર્ગત 2022 સુધી આ ક્ષેત્રમાં 100 અબજ ડોલરનું રોકાણ આકર્ષિત કરવાની અને 40 લાખ રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય છે. એક આધિકારીક સૂત્રએ જણાવ્યું કે, મંત્રીમંડળે એનડીસીપીને મંજુરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિકોમ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકશે સરકાર
નવી નીતિના મુસદ્દા પ્રમાણે કેન્દ્ર સરકાર સંદેશાવ્યવહાર ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકવા માગે છે. ડિજિટલ સંચારને સતત અને ઓછી કિંમતે સૌ સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે 'સ્પ્રેક્ટ્રમના મહત્ત્મ મૂલ્ય'ની જોગવાઈનો તેમાં સમાવેશ કરાયો છે. સ્પેક્ટ્રમની ઊંચી કિંમત તથા અન્ય સંબંધિત કરવેરા સંદેશાવ્યવહાર સેવા ક્ષેત્રની મુખ્ય ચિંતા છે. આ ક્ષેત્ર પર લગભગ 7.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 


નવી નીતિના મુસદ્દાની મુખ્ય બાબતો 
- ઝડપી ગતિવાળા બ્રોન્ડબેન્ડની પહોંચ વધારવી
- 5 જી અને ઓપ્ટિકલ ફાઈબર જેવી આધુનિક ટેક્નોલોજીનો યોગ્ય કિંમતે ઉપયોગ 
- સ્પેક્ટ્રમ ફીને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ
- 50 મેગાબિટ પ્રતિ સેકન્ડની ગતિવાળા બ્રોડબેન્ડની પહોંચ ઉપલબ્ધ કરાવવી
- 2022 સુધી નવા 40 લાખ રોજગારનું સર્જન કરવું 
- દેશમાં 5-જી સેવાને લોન્ચ કરવી 



5-જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજી 2019ના બીજા છમાસિક ગાળામાં 
આ અગાઉ સંદેશાવ્યવહાર સચિવ અરૂણા સુંદરરાજને રવિવારે જણાવ્યું હતું કે, 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજી 2019ના બીજા છમાસિક ગાળામાં થઈ શકે છે. સુંદરરાજને જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિ પ્રમાણે 5જી સ્પેક્ટ્રમની વહેંચણી આગામી વર્ષે થવાની સંભાવના છે.