Modi Cabinet Decision: ભારતમાં બનશે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે બોર્ડ જેવા ઉપકરણ, મોદી કેબિનેટે 76 હજાર કરોડની યોજનાને આપી મંજૂરી
આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દેશને ઈલેક્ટ્રોનિક હબ તરીકે વિકસાવવા માંગે છે, કારણ કે માઈક્રોચિપ્સની અછતની સીધી અસર ઉદ્યોગોના ઉત્પાદન પર પડે છે.
નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે બોર્ડના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા PLI યોજનાને મંજૂરી આપી છે. આ યોજના વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશમાં સેમીકંડક્ટર ચિપ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ અને વિકાસ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આજે 76 હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના વિશે માહિતી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સેમીકંડક્ટર માટે PLI (production-linked incentive scheme) યોજના માટે રૂ. 76,000 કરોડનું રોકાણ થશે. આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દેશને ઈલેક્ટ્રોનિક હબ તરીકે વિકસાવવા માંગે છે, કારણ કે માઈક્રોચિપ્સની અછતની સીધી અસર ઉદ્યોગોના ઉત્પાદન પર પડે છે.
આ સરકારી બેંક ફ્રીમાં આપી રહ્યા છે 2 લાખ રૂપિયાનો ફાયદો અને ઘણી ઓફર, તાત્કાલિક ઉઠાવો લાભ
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ યોજનામાં 6 વર્ષમાં 76,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સેમીકંડક્ટર સેક્ટરમાં ભારતની આત્મનિર્ભરતા માટે એક વ્યાપક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું છે કે ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ દેશ બની ગયો છે. સરકારનું કહેવું છે કે તે દેશને ઈલેક્ટ્રોનિક સેક્ટરમાં આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જે દેશ વેફર બનાવતા નહીં શીખે તે દેશ પાછળ રહી જશે. વેફર, ચિપ, સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ, તેના પેકેજિંગની તેની સમગ્ર ચેન વિકસાવવા માટે કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આજે વિશ્વના 20 ટકા સેમીકંડક્ટર ડિઝાઇનર્સ ભારતના છે. 85 હજાર ટ્રેઇન એન્જિનિયરો માટે C2S એટલે કે ચિપથી સેમીકંડક્ટર સુધીનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી બે વર્ષમાં 20 એકમો સ્થાપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube