કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આપી મંજૂરી, 4 સ્ટાર રેન્કની બરાબર હશે પદ
કેન્દ્રીય કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદને મંજૂરી આપી દીધી છે. આ પદ પર 4 સ્ટાર જનરલ રેન્કના સૈન્ય અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. તે મિલિટ્રી અફેયર્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હશે.
નવી દિલ્હીઃ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું નવુ પદ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ રીતે દેશને ટૂંક સમયમાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (COA) મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું નવુ પદ બનાવવાની જાહેરાત કરી હતી. 1999મા કારગિલ રિવ્યૂ કમિટીએ આ પદ માટે ભલામણ કરી હતી જે રક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર સરકારના સિંગલ-પોઈન્ટ એડવાઇઝર હશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંકન હેતુ ભારતની સામે આવનારા સુરક્ષાના પડકારને પહોંચી વળવા માટે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે ઐતિહાસિક સૈન્ય સુધારની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે, જેને સીડીએસ કહેવામાં આવશે. વડાપ્રધાનની જાહેરાત બાદ સીડીએસની નિમણૂંકની નીતિ અને તેના જવાબદારીઓને અંતિમ રૂપ આપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube