IAF MW Transport Aircraft: ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી, કેન્દ્ર સરકારે 56 C-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી
IAF MW Transport Aircraft: સુરક્ષા મામલાની સમિતિએ બુધવારે ભારતીય વાયુસેના માટે 556 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ IAF MW Transport Aircraft: ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકાર તરફથી સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સુરક્ષા મામલાની સમિતિ (Cabinet Committee on Security) એ બુધવારે ભારતીય વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
આ એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ભારતની અંદર પ્રાઇવેટ કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, બધા 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટ (electronic warfare suite) ની સાથે તૈયાર કરવામાં આવશે.
Assam: જહાજ સાથે ટક્કર બાદ બ્રહ્મપુત્ર નદીમાં ડૂબી બોટ, 100થી વધુ લોકોને બચાવી લેવાયા
પ્રથમવાર મિલિટ્રી પ્લેન બનાવશે પ્રાઇવેટ કંપની
રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં એક ખાનગી કંપની દેશની વાયુસેના માટે લશ્કરી વિમાનો બનાવશે. આ તમામ 56 વિમાનો હાઇટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનોથી સજ્જ હશે. જેથી તેઓ યુદ્ધના મેદાનમાં સૈનિકોને કોઈપણ સમસ્યા વિના મદદ કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube