નવી દિલ્હી : પુલવામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હૂમલા બાદ સરકાર ફુંકી ફુંકીને પગલા માંડી રહી છે. સમાચાર એજન્સીએ સુત્રોના હવાલાથી જણાવ્યું કે, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) શુક્રવારે સવારે 09.15 વાગ્યે બેઠક યોજશે. આ કમિટીમાં વડાપ્રધાન ઉપરાંત, ગૃહમંત્રી, વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી અને નાણામંત્રી પણ હોય છે. સુત્રોનું કહેવું છે કે આ બેઠકમાં આગળની કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CRPFનો કાફલામાં હંમેશા 1000થી ઓછા જવાનો હોય છે, આ વખતે 2500 કેમ ?

અગાઉ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેમણે આ મુદ્દે સુરક્ષા એજન્સીઓનાં ટોપ ઓફીસર અને ગૃહમંત્રી રાજનાથ સિંહને આ સમગ્ર મુદ્દે વિસ્તારથી માહિતી લીધી છે. આ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ઇન્ટેલીજન્સ બ્યૂરોનાં નિર્દેશક અને અન્ય કેટલીક સુરક્ષા એજન્સીઓનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી. ગૃહમંત્રીએ કહ્યું કે, આ હૂમલાને પાક સમર્થિક જૈશ એ મોહમ્મદે અંજામ આપ્યો છે. આ હૂમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે. તે હું દેશનાં લોકોને વચન આપું છું. 


પુલવામાં હૂમલાના બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: વડાપ્રધાન મોદી

આ ઉપરાંત સુરક્ષાને ધ્યાને રાખી સરકારે દક્ષિણ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા સસ્પેંડ કરી દીધઈ છે. સાથે જ શ્રીનગર ઇન્ટરનેટની સ્પીડ 3જીથી 2જી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિક, સીઆરપીએફનાં ડીજી આર.આર ભટ્ટનાગર સાથે વાતચીત કરી હતી. રાજનાથે શુક્રવારે પટનામાં યોજનારી રેલી કેન્સલ કરતા કાશ્મીરની મુલાકાત લેશે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  અજીત ડોભાલે સીઆરપીએફનાં સીનિયર અધિકારીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી હતી.