ચૂંટણી પહેલા ખેડૂતો પર ધનનો વરસાદ કરી શકે છે સરકાર, સોમવારે થશે મહત્વનો નિર્ણય
હાલમાં ત્રણ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ ખેડૂતોના મુદ્દે ગંભીર છે
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રિમંડળ કૃષકોના સંકટના સમાધાન અને ખેડૂતોની આવક વધારવામાં મદદ માટે સોમવારે એક કૃખી પેકેજ લાગુ કરવાનાં પ્રસ્તાવને મંજુરી આપી શકે છે. સુત્રોએ તેની માહિતી આફી. સુત્રોએ જણાવ્યું કે, મોદી સરકાર એપ્રીલ- મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા આ પેકેજને લાગુ કરશે. ઉચ્ચ પદસ્થ સુત્રોએ કહ્યું કે, મંત્રીમંડળની બેઠક સોમવારે યોજાવાની છે અને નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં ઘટાડાની સમસ્યાનાં નિવારણનાં ઉપાયો મુદ્દે કૃષી મંત્રાલયનો એક પ્રસ્તાવ બેઠકના એજન્ડામાં છે.
યોગી પહેલા પાકને સાંઢથી બચાવે, રામ મંદિર મુદ્દો સુપ્રીમ જોઇ લેશે: અખિલેશ@કુંભ
સુત્રોએ કહ્યું કે, કૃષીમંત્રાલયે ક્ષેત્રની સમસ્યાઓને દુર કરવા માટે અલ્પ અવધી અને લાંબા સમય બંન્ને સમાધાર પ્રદાન કરવા માટે અનેક વિકલ્પોની ભલામણ કરી છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય મંતિરમંડળની બેઠકમાં થવાનો છે કારણ કે તેમાં મોટી રકમનો સમાવેશ થાય છે. સુત્રોએ કહ્યું કે, મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત વિકલ્પોમાં યોગ્ય સમયે પાક લોન ચુકવનારા ખેડૂતોને વ્યાજ માફી વગેરે જેવા પ્રસ્તાવો અંગે વિચારણા ચલાવાઇ રહી છે.
VIDEO: જો કોઇ હિંદુ યુવતીને સ્પર્શે તો તેનો હાથ ન બચવો જોઇએ: કેન્દ્રીય મંત્રી
જો કે આ યોજનાને કારણે સરકારી ખજાના પર વધારાનો 15 હજાર કરોડ રૂપિયાનો બોઝ પડશે. તેમણે કહ્યું કે, ખાદ્ય પાક માટે વીમા પોલીસી લેનારા ખેડૂતો માટે સમગ્ર રીતે પ્રીમિયમ માફ કરવાનો પ્રસ્તાવ છે. સરકાર તેલંગાણા અને ઓરિસ્સા સરકારો દ્વારા અપનાવાયેલી યોજનાઓનું મુલ્યાંકન કરી રહી છે, જેના હેઠળ એક નિર્ધારિત રકમ સીધી ખેડૂતોનાં ખાતામાં નાખવામાં આવે છે.
પ્રિયંકા ગાંધીના કારણે SP-BSPને થઇ શકે છે નુકસાન, ભાજપને આ રીતે થશે ફાયદો!
કૃષી મંત્રી રાધામોહન સિંહે હાલમાં જ સંકેત આપ્યો હતો કે સરકાર 2019-20 બજેટ પહેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરશે. 2019-20 માટે અંતરિમ બજેટમાં એક ફેબ્રુઆરીએ રજુ થવાનું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારની પાસે કોઇ પણ નવી યોજના ક્રિયાન્વયન માટે ઓછો સમય છે. એટલા માટે ઉપાયો એવા હોવા જોઇએ જેની ચૂંટણી દરમિયાન ઝડપથી રાજનીતિક લાભ ઉઠાવી શકાય. કહેવાઇ રહ્યું છે કે હાલમાં જ ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ગંભીર છે.