નવી દિલ્હીઃ Cabinet Meeting: પ્રધાનમંત્રી આવાસ પર થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંત્રીમંડળે ફર્ટિલાઇઝર પર સબ્સિડી આપવાના નિર્ણય પર મહોર લગાવી છે. આ બેઠકમાં કેબિનેટે સૈનિક સ્કૂલ સોસાયટી અંતર્ગત 100 ખાનગી અને સરકારી સૈનિક સ્કૂલોને માન્યતા આપવાને પણ મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટ તરફથી અટલ નવીકરણ અને શહેરી પરિવર્તન મિશન 2. 0 (Atal Mission for Rejuvenation and Urban Transformation- AMRUT 2.0) ને પણ મંજૂરી મળી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ફોસ્ફેટ, પોટાશ ખાતરો (ફર્ટિલાઇઝર) માટે 28655 કરોડ રૂપિયાની વધારાની સબ્સિડીને મંજૂરી આપી છે. આ સબ્સિડી 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે. 


આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનને આતંકનો ગઢ બનવાથી રોકવું પડશે.. G20 સમિટમાં બોલ્યા PM મોદી


પાછલી કેબિનેટમાં લેવાયા હતા આ નિર્ણયો
આ મહિને 6 ઓક્ટોબરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પગાર જેટલું ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આનાથી લગભગ 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ફાયદો થશે.


તેમણે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં બે વિભાગો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. વર્ષોથી, ઉત્પાદકતા લિંક બોનસ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉપલબ્ધ છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube