નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને સરકારના આ નિર્ણયો અંગે જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે લેવાયો આ નિર્ણય
કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્ર સરકારે મહિલાઓના રેપ કેસની જલદી સુનાવણી માટે દેશભરમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી હતી. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આ કોર્ટ આગામી બે વર્ષ એટલે કે વર્ષ 2023 સુધી હજુ ચાલતી રહેશે. જેમાં 381 પોક્સો કોર્ટ પણ સામેલ છે. 


સરકારી શાળાઓમાં ખુલશે પ્લે સ્કૂલ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સમગ્ર શિક્ષા 2.0 હેઠળ પ્લે સ્કૂલ અને આંગણવાડીને ઔપાચરિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે સરકારી શાળાઓમાં પણ પ્લે સ્કૂલ હશે. શિક્ષકોને પણ તે પ્રમાણે તાલીમ અપાશે. 


તેમણે જણાવ્યું કે પહેલીવાર સરકારે સમગ્ર શિક્ષણ યોજના હેઠળ બાળ સુરક્ષાને પણ જોડી છે. બાળ અધિકારોના સંરક્ષણનું આયોગ બનાવવા માટે રાજ્યોને સહાયતા આપવાનો પણ નિર્ણય લેવાયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube