નવી દિલ્હી : અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટ પહેલા કેન્દ્ર સરકારનાં તમામ મંત્રીઓ અને ભાજપ તેના રંગમાં રંગાઇ ચુક્યા છે. મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની, વિદેશ મંત્રી એસ.જયશંકર અને રેલ મંત્રી પીયુષ ગોયલ સહિત રાધામોહન સિંહ અને તમામ ભાજપ નેતાઓએ ટ્વીટર પર હાઉડી મોદીનું પોતાની પ્રોફાઇલ બનાવી છે. એટલું જ નહી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે એક ટ્વીટ કર્યું છે અને કહ્યું કે, તેઓ પણ 125 કરોડ ભારતીયોની સાથે હાઉડી મોદી ઇવેન્ટ માટે ઉત્સાહીત છે. જ્યારે વડાપ્રધાન મોદી સમગ્ર વિશ્વને સંબોધિત કરશે ત્યારે આ એક ઐતિહાસિક ક્ષણ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઉડી Live: સ્ટેડિયમની બહાર કિલોમીટર લાંબી લાઇન, ટ્રમ્પ એરફોર્સ વનમાં રવાના
કૃષી અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીએમઓ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે પણ ટ્વીટર પર હાઉડી મોદીની પોતાની પ્રોફાઇલ બદલી છે. જો કે નરેન્દ્ર મોદી પોતે પણ ટ્વીટર એકાઉન્ટ પર આવું કંઇ જ કરવામાં આવ્યું નથી. હોમ મિનિસ્ટર અમિત શાહ અને ભાજપ કાર્યકારી ચીફ જેપી નડ્ડાએ પણ પોતાની પ્રોફાઇલ બદલી નથી.


નાના-નાના બાળકોએ બનાવી એવી બેંક, જ્યાં પૈસા નહી પણ કચરો જમા થાય છે
Howdy LIVE: હ્યુસ્ટનમાં PM મોદીના મેગા શોનું કાઉન્ટડાઉન, સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ
રસપ્રદ બાબત છે કે લોકો જનસખ્તિ પાર્ચીનાં ચીફ અને કેન્દ્ર સરકારમાં રહેલા રામવિલાસ પાસવાને પણ પોતાનાં પ્રોફાઇલ પિક તરીકે હાઉડી મોદી લગાવ્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે સાંજે 08.30 વાગ્યે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી કાર્યક્રમને કરોડો દેશવાસીઓ આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે. 50 હજાર લોકોની સામે વડાપ્રધાનનું ઐતિહાસિક સંબોધન યોજાશે. જેમાં અમેરિકાના રાષ્ટ્પ્રમુખ પણ ભાગ લેશે.