ખેડૂતોને મળ્યા PMમોદી, ખરીફ પાક માટે ડોઢુ MSP ચુકવવાની જાહેરાત
ચૂંટણી વર્ષમાં સરકાર કૃષી ક્ષેત્રના સંકટને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેણે ખાંડ ક્ષેત્ર માટે 8500 કરોડ રૂપિયાનાં પેકેજ સહિત ઘણી મહત્વની જાહેરાત કરી હતી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, અધિસૂચિત ખરીફ પાક માટે પડતરનાં ડોઢગણા લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની જાહેરાત આવતા અઠવાડીયે કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, શેરડીનું પેરાઇ સત્ર 2017-18 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના માટે શેરડીનાં લાભકારી મુલ્ય (એફઆરપી)ી જાહેરાત આગામી બે અઠવાડીયામાં કરવામાં આવશે અને એફઆરપીમાં ગત્ત વર્ષની તુલનાએ વધારો કરવામાં આવશે.
મોદીએ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવેલા 140 ખેડૂતોનાં પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને તેમને જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રિમંડળની આગામી બેઠકમાં ખરીફ પાકનું એમએસપી ડોઢગણું કરવાને મંજુરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, તેનાં કારણે ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંકમા મદદ મળશે. તેમણે કહ્યું કે, સરકાર તે ખેડૂતોને પ્રોત્સાહીત કરશે. જેની શેરડીમાં રસની રિકવરી 9.5 ટકા કરતા પણ વધારે હશે.
ગત્ત દસ દિવસમાં વડાપ્રધાન મોદીની ખેડૂતોની સાથે બીજી બેઠક છે. ચૂંટણી વર્ષમાં સરકાર કૃષી ક્ષેત્રે સંકટને દુર કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેણે ચીની વિસ્તાર માટે 8500 કરોડ રૂપિયાનાં પેકેજ સહિત ઘણી મહત્વની જાહેરાત કરી છે. વડાપ્રધાને ખેડૂતોને સરકાર દ્વારા શેરડીનાં ઉત્પાદકો દ્વારા બાકી રકમની ચુકવણી અંગે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા કરાયેલા નીતિગત ઉપાયોનાં કારણે ગત્ત વર્ષથી 10 દિવસમાં જ ખેડૂતોને 4 હજાર કરોડ રૂપિયાની બાકી રકમ ચુકવવામાં આવી ચુકી છે.
વડાપ્રધાને લોક કલ્યાણ માર્ગ ખાતેનાં પોતાનાં આવાસ પર ખેડૂતો સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકારે શેરડીની બાકી રકમ ચુકવવા માટે પ્રભાવી પગલાઓ ઉઠાવી રહી છે. મોદીએ ખેડૂતોને કૃષી અવશેષના સમઝદારી પુર્વક પોષક તત્વ સ્વરૂપે ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો. જેનાં કારણે રાસાયણીક સંસાધનોનાં ઉપયોગમાં ઘટાડો કરીને 2022 સુધીમાં 10 ટકાથી વધારે વધારી શકાય.
ખેડૂતોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાંડ પર આયાત શુલ્ક 50 ટકાથી વધારીને 100 ટકા કરવા અને શેરડીનાં એફઆરપીમાં 5.50 ટકા પ્રતિ ક્વિન્ટલનાં દરેક ખેડૂતોનાં ખાતામાં સીધી ચુકવણી કરવા સહિત કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાયેલ અન્ય પગલાઓનાં વખાણ કર્યા હતા.