ગુમ થયા પહેલા CCDના માલિકે કર્મચારીઓને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં
જાણીતા કેફે કોફી ડે (cafe coffee day)ના માલિક વીજી સિદ્ધાર્થ 29 જુલાઇથી ગુમ છે. તેઓ બિઝનેસને લઇને કર્ણાટકના ચિકમંગલુરુ ગયા હતા પરંતુ રસ્તામાં જ તેઓ તેમની કારમાંથી ઉતરી ગયા. ત્યારબાદથી જ તેઓ ગુમ છે.
બેંગલુરુ: જાણીતા કેફે કોફી ડે (cafe coffee day)ના માલિક વીજી સિદ્ધાર્થ 29 જુલાઇથી ગુમ છે. તેઓ બિઝનેસને લઇને કર્ણાટકના ચિકમંગલુરુ ગયા હતા પરંતુ રસ્તામાં જ તેઓ તેમની કારમાંથી ઉતરી ગયા. ત્યારબાદથી જ તેઓ ગુમ છે. તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. જોકે, આ વચ્ચે તેમનો એક પત્ર સામે આવ્યો છે. 27 જુલાઇના રોજ તેમણે આ પત્ર તેમના કોફી ડેના બોર્ડ ઓફ ડિરેક્ટર અને કર્મચારીઓને સંબોધિત કરતા લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, 37 વર્ષથી વધુ મહેનત બાદ આપણી કંપનીઓમાં 30 હજાર નોકરીઓ ઉભી કરવામાં આવી. તે ટેકનોલોજી કંપનીમાં પણ 20 હજાર નોકરીઓ ઉભી કરી જેની શરૂઆત સાથે જ મોટા શેરહોલ્ડરો રહ્યાં. પરંતુ તમામ પ્રયાસો કરવા છતાં આ કંપનીઓમાં નાફાનો બિઝનેસ બનાવવામાં નિષ્ફળ રહ્યાં.
વધુમાં વાંચો:- ભારતીય રેલવેમાં 3 લાખ કર્મચારીઓની જઇ શકે છે નોકરી
આ સાથે જ તેમણે તેમનું દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે મારી પર ધિરાણકર્તાઓનું વધારે દબાણ છે. ક્યારે કોઇને છેતરવાનો ઉદેશ્ય ન હતો પરંતુ એક ઉદ્યોગસાહસિક તરીકે હું નિષ્ફળ રહ્યો. આશા છે કે કોઈ દિવસ તમે આ સમજી શકશો અને મને માફ કરશો.
29 જુલાઇની સાંજથી ગુમ
કર્ણાટકના વરિષ્ઠ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઇ બીજી સિદ્ધાર્થ 29 જુલાઇની સાંજથી ગુમ છે. સિદ્ધાર્થ જાણીતા કેફે કોફી ડેના (Cafe Coffee Day)ના માલિક છે. સોમવાર સાંજથી તેમનો ફોન સ્વિફ ઓફ આવી રહ્યો છે. તેમનું અચાનક ગુમ થવાથી સંપૂર્ણ પરિવાર પરેશાન છે. તેઓ તે સમયથી ગુમ છે જ્યારે તેઓ ચિકમંગલુરુ જઇ રહ્યાં હતા. દક્ષિણ કન્નડ પોલીસ તેમની શોધી રહી છે. આ વચ્ચે ભાજપના સાંસદોએ રક્ષા મંત્રીને પત્ર લખી તેમની શોધમાં મદદ કરવા અપીલ કરી છે.
વધુમાં વાંચો:- ટ્રિપલ તલાક: મહત્વનો છે આજનો દિવસ, રાજ્યસભામાં રજૂ કરશે બિલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ બિઝનેસના સંબંધમાં કારથી સોમવારે ચિકમંગલુરુ ગયા હતા. ત્યારબાદ તેઓ કેરળ જઇ રહ્યાં હતા. પરંતુ ચિકમંગલુરુ નજીકના નેશનલ હાઇવે પર તેમણે ડ્રાઇવથી કાર ઉભી રાખવા કહ્યું અને ગાડીથી ઉતરી ગયા હતા.
કાર ડ્રાઇવરે પરિવારના સભ્યોને જણાવ્યું કે, નેશનલ હાઇવે પર જેપીના મોગારુ નામની જગ્યા પર તેમણે ગાડી રોકવા માટે કહ્યું હતું. તે સમય તેઓ કોઇની સાથે ફોન પર વાત કરી રહ્યાં હતા. તેમનું ગાડીમાંથી ઉતર્યા બાદ ડ્રાઇવે તેમની રાહ જોઇ પરંતુ જ્યારે અડધો કલાક સુધી તેઓ પરતના ફર્યા તો ડ્રાઇવરે તેમનો ફોન કર્યો પરંતુ સિદ્ધાર્થનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. તેણે તાત્કાલીક સિદ્ધાર્થના પરિવારને જાણ કરી. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ જે જેપીના મોગારુ જગ્યા પર ઉતર્યા હતા ત્યાં નેત્રાવતી નદીનો કિનારો છે. દક્ષિણ કન્નડ પોલીસના ડીસીપી હનુમનથરૈયા અને લક્ષ્મી ગણેશે ડ્રાવરથી પૂછપરછ કરી જરૂરી જાણકારી મેળવી છે અને સિદ્ધાર્થને શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
વધુમાં વાંચો:- કર્મચારીની લેખીત પરવાનગી વગર ઓવરટાઇમ નહી કરાવી શકાય, મળશે બમણુ વેતન
આ સંબંધમાં ચિકમંગલુરુના પોલિસ કમિશનર સંદીપ પાટિલે કહ્યું કે, સિદ્ધાર્થ કાલે બેંગલુરુથી નિકળ્યા અને કહ્યું કે સકલેશપુર જઇ રહ્યો છું. પરંતુ રસ્તામાં તેમણે ડ્રાઇવરને ચિકમંગલુરુ જવા કહ્યું હતું. નેત્રાવતી પુલ પર પહોંચ્યા બાદ તેઓ કારથી ઉતરી ગયા. તેમમે ડ્રાઇવરને થોડા આગળ જઇ ગાડી રોકવા કહ્યું હતું. આ સાથે જ કહ્યું કે, તેઓ ચાલતા પાછળ આવી રહ્યાં છે. તેમની શોધ માટે ડોગ સ્ક્વોર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક માછીમારોની પણ મદદ લેવામાં આવી રહી છે. તે પણ જોવામાં આવી રહ્યું છે કે, તેમનો ફોન સ્વિચ ઓફ થયા પહેલા છેલ્લી વખત કોની સાથે ફોન પર વાત કરી રહ્યાં હતા. તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
વધુમાં વાંચો:- જનાજામાં નમાજ પઢાવવા આવ્યા હતા ઇમામ, મૃતક જીવીત થતા પોતે જ મરી ગયા !
ઘટનાની જાણકારી મળતા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર તેમજ બીએલ શંકર મંગળવાર સવારે પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના ઘરે પહોંચ્યા.
કોણ છે વીજી સિદ્ધાર્થ?
સિદ્ધાર્થ કર્ણાટકના ચિકમંગલુરુથી સંબંધ ધરાવે છે. તેમણે પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાની પુત્રીથી લગ્ન કર્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ તેઓ મુબંઇના જેએમ ફાઇનેસિયલ લિમિટેડથી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ બેંગલુરુ સિફ્ટ થઇ ગયા અને સીવાન સેક્યુરિટીઝ નામથી કંપની શરૂ કરી. 2000માં કંપનીનું નવુ નામ ગ્લોબલ ટકેનોલોજી વેન્ચર્સ રાખવામાં આવ્યું. આ સાથે જ તેમણે કેફે કોફી ડે (Cafe Coffee Day) પણ શરૂ કર્યું. તેમને ચિકમંગલુરુની કોફીને દુનિયામાં લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે.
જુઓ Live TV:-