Birbhum Violence: કાલે 2 વાગ્યા સુધી રિપોર્ટ આપો, પૂરાવા નષ્ટ ન થવા જોઈએ, હાઈકોર્ટનો મમતા સરકારને નિર્દેશ
Birbhum Violence: બીરભૂમ હિંસાના મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને 24 માર્ચના કેસ ડાયરી લાવવાનો નિર્દેશ આપ્યો છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાની ઘટના સામે આવી છે. અહીંના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા છે. ત્યારબાદ મમતા બેનર્જી સરકાર વિપક્ષના નિશાના પર છે. આ વચ્ચે કોલકત્તા હાઈકોર્ટમાં પણ આ હિંસાને લઈને સુનાવણી થઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે સત્ય બધાની સામે આવવું જોઈએ.
સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ
આ હિંસા મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને 24 માર્ચે કેસ ડાયરી લાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે સાક્ષીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. આ સિવાય જ્યાં આ હિંસાને અંજામ આપવામાં આવ્યો, ત્યાં કોઈ વસ્તુ સાથે છેડછાડ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે તે માટે હિંસાના સ્થળ પર કેમેરા લગાવવામાં આવે.
આ પણ વાંચોઃ શુક્રવારે સાંજે 4.30 કલાકે શપથ લેશે યોગી આદિત્યનાથ, આ નેતા બન્યા પ્રોટેમ સ્પીકર
ઘટનાસ્થળનું 24 કલાક થાય વીડિયો રેકોર્ડિંગ
હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ક્રાઇમ સીન પર 24 કલાક કેમેરાથી નજર રાખવામાં આવે, સાથે સીસીટીવીના ડીવીઆર વધુ મેમરીવાળા હોવા જોઈએ. કેમેરા ડિસ્ટ્રિક્ટ જજની હાજરીમાં લગાવવામાં આવશે. પૂરાવા ભેગા કરવા માટે સીએફએસએલ ટીમ દિલ્હીથી બોલાવવામાં આવી છે. જ્યાં સુધી આ ટીમ તમામ જરૂરી પૂરાવા ભેગા ન કરે, ત્યાં સુધી તે જગ્યા પર નજર રાખવામાં આવે. કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડિવિઝન બેંચે 24 માર્ચે બપોરે બે કલાક સુધી રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે આ મામલામાં સુઓમોટો લીધો છે. ત્યારબાદ હવે મામલાની તપાસને લઈને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ આ મુદ્દા પર દરરોજ સુનાવણી જારી રાખી શકે છે.
મમતા બેનર્જી શું બોલ્યા?
આ હિંસાને લઈને ભાજપ અને વિપક્ષ મમતા સરકાર પર આક્રમક છે. ત્યાં સુધી કે મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. તો કેટલાક વિપક્ષી નેતાઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી રહ્યાં છે. તેનો મમતા બેનર્જીએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જવાબદાર અધિકારીઓને તત્કાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તે બીરભૂમમાં હત્યાઓને યોગ્ય ઠેરવી રહ્યાં નથી, પરંતુ યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં આવી ઘણી ઘટનાઓ થાય છે. તેણણે કહ્યું કે, આ પશ્ચિમ બંગાળ છે, યુપી નહીં, તેથી અહીં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube