Tirupati Temple: ગુજરાતની એ લેબોરેટરી..જેના રિપોર્ટે કર્યો તિરુપતિ મંદિરના લાડુમાં ચરબીવાળા ઘીનો ખુલાસો
દેશમાં ખાણીપીણીની ચીજોની ગુણવત્તા જાળવી રાખવા માટે કડક સુરક્ષા પાપદંડો છે. FSSAI (Food Safety and Standards Authority of India) ના સ્ટાન્ડર્ડ્સ અંગે લેબ છે. ભેળસેળને લઈને જ્યારે કોઈ મોટો મામલો ગૂંચવાય છે ત્યારે આ NDDB CALF લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના આકરા માપદંડો પર ટેસ્ટિંગથી આવેલા રિપોર્ટને આખા દેશને ભરોસો છે.
તિરુપતિ લાડુ વિવાદ અંગે વાઈએસઆર કોંગ્રેસને ઘેરામાં ખડી કરનારી ટીડીપીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. YSRCP પર લાગેલા આરોપો બાદ માત્ર આંધ્રમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુસ્સો વ્યાપી ગયો છે. તેમણે કહ્યું કે જગન સરકારે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને બનાવવા માટે સસ્તું અને ભેળસેળીયું ઘી ખરીદીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતા ભંગ કરી. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન એ લેબોરેટરી પર ગયું જ્યાં પ્રસાદના લાડુંનું સેમ્પલ નિષ્ફળ ગયું હતું. આ લેબ આપણા ગુજરાતમાં છે અને તેના વિશે ખાસ જાણવા જેવું છે.
દેશમાં ખાણીપીણીની ચીજોની ગુણવત્તા જાળવી રાખવા માટે કડક સુરક્ષા પાપદંડો છે. FSSAI (Food Safety and Standards Authority of India) ના સ્ટાન્ડર્ડ્સ અંગે લેબ છે. જ્યાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ અને લોજિસ્ટિક વિભાગની ટીમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલે છે. ભેળસેળને લઈને જ્યારે કોઈ મોટો મામલો ગૂંચવાય છે ત્યારે આ NDDB CALF લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના આકરા માપદંડો પર ટેસ્ટિંગથી આવેલા રિપોર્ટને આખા દેશને ભરોસો છે.
NDDB CALF માં દૂધ, ઘી, માખણ, પનીર, ફળ ફ્રૂટ, શાકભાજીથી લઈને દરેક ખાણી પીણીની ચીજનું પ્રમાણિક ટેસ્ટિંગ થાય છે. દેશના જે સૌથી અમીર તિરુપતિ મંદિરમાં બનનારા પ્રસાદનો લાડુ પણ આ લેબની તપાસ દરમિયાન ગુણવત્તામાં ફેલ ગયો અને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારમાં કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો.
ગુજરાતમાં છે આ લેબ, કેવી રીતે કરે છે તપાસ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) એ પોતાની તમામ સહકારી અને દૂધ ઉત્પાદન સંસ્થાઓને ધ્યાનમાં રાખતા CALF લેબની સ્થાપના 2009માં ગુજરાતના આણંદમાં કરી હતી. તેનું નામકરણ પણ સમજી વિચારીને (CALF) કરાયું હતું. CALF નો અર્થ વાછરડું થાય છે. જે રીતે ગાય એક વાછરડાની દેખભાળ ક રે છે એ જ રીતે આ લેબ લોકોના સ્વાસ્થ્યની દેખભાળ કરે છે. ડેરી પ્રોડક્ટ્સની ગુણવત્તાની તપાસનું કામ આ લેબમાં થાય છે. અહીં દૂધ, ઘી, પનીર, મીઠાઈઓ ઉપરાંત ફળ શાકભાજી અને પશુ આહારની પણ તપાસ થાય છે. અહીં જેનેટિક્સ સંલગ્ન વિશ્લેષણ કરાય છે. અહીં લગભગ 100 લોકોનો સ્ટાફ છે.
અહીં ટોપ 40 એનાલિસ્ટ, ટેસ્ટિંગ માટે આવનારા સેમ્પલ્સની તપાસ અને તેનું વિશ્લેષણ કરે છે. શરૂઆતમાં અહીં ફક્ત દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની તપાસ અને રિસર્ચ થતા હતા. સંસાધન વધ્યા પછી હાઈટેક મશીનો આવ્યા અને ફળ, શાકભાજી, તેલ, મધ, મીઠુ, ખાંડ, પાણી સુદ્ધાની તપાસ થવા લાગી. અહીં કીટનાશક, એન્ટીબાયોટિક્સ સહિત અનેક ચીજોનું વિશ્લેષણ થાય છે.
પશુઓની નસ્લ સુધારવા માટે NDDB ના વૈજ્ઞાનિકોએ પશુધનના સીમેનની ટેસ્ટિંગ કરવા ઉપરાંત જેનેટિક પરીક્ષણ માટે સુવિધાઓ વધારી. CALF એ 2021માં પ્રોફિસિએન્સી ટેસ્ટિંગ શરૂ કર્યું. અહીં દૂધમાં ફેટની શુદ્ધતા, ડેરી પ્રોડક્ટ્સમાં ડાઈઓક્સિન એનાલિસિસ માટે દેશની પહેલી અનોખી સુવિધા સ્થાપિત છે.
લાડુ વિવાદ પર બબાલ
તિરુપતિ પ્રસાદમ એટલે કે લાડુ વિવાદથી પાઠ ભણતા હવે કર્ણાટક સરકારે એક સર્ક્યુલર બહાર પાડીને હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ હેઠળ આવતા મંદિરોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પ્રસાદની ગુણવતા જાળવી રાખે. મંદિરોને ફક્ત કર્ણાટક મિલ્ક ફેડરેશનના નંદીની બ્રાન્ડ ઘીનો ઉપયોગ કરવાનું કહેવાયું છે.