No Means No: પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતા કોલગર્લે ચોથા માળેથી છલાંગ લગાવી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કરવાનાં મુદ્દે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
જયપુર : રાજધાની જયપુરના મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મનો કેસ સામે આવ્યા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ યુવતી સાથે ગેંગરેપની વાત કબુલી છે. પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી કમલ અને લોકેશ સૈની લાલસોટનાં રહેવાસી છે અને બંન્ને દેહવ્યાપારમાં સંડોવાયેલા છે.
સામુહિક દુષ્કર્મમાં સહયોગી લોકેશ સૈનીએ જ કમલને જણાવ્યું હતું કે, જાવેદે ચાર - પાંચ દિવસથી એક યુવતીને ફ્લેટમાં રોકી હતી. ત્યાર બાદ બંન્નેએ સાથીમાં દારૂ પીધા બાદ રાત્રે આશરે 2 વાગ્યે બંન્ને નશામાં ધુત્ત થઇને ફ્લેટ પર પહોંચ્યા હતા. પહેલા તો યુવતીએ વિચાર્યું કે આ બંન્નેને જાવેદે જ મોકલ્યા હશે. પરંતુ જ્યારે તેને જાણવા મળ્યું કે બંન્ને પોતાની રીતે જ અહીં પહોંચ્યા છે તો તેણે તબિયત ખરાબ હોવાનું જણાવીને સંબંધ બનાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
જો કે બંન્ને આરોપીઓ નહોતા માન્યા અને યુવતી સાથે પરાણે સામુહક દુષ્કર્મ કર્યું. ત્યાર બાદ પણ બંન્નેનું મન નહી માનતા ફરીથી યુવતી સાથે સંબંધ બનાવવા માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. ત્યાર બાદ યુવતી ચાર માળના ફ્લેટની બાલ્કનીમાંથી કુદી ગઇ હતી.
નેપાળથી દિલ્હી થઇને જયપુર આવી હતી યુવતી
પોલીસ સુત્રોનાં અનુસાર સામુહિક દુષ્કર્મનો શિકાર થયેલી 23 વર્ષીય પીડિતા પણ સેક્સ રેકેટ સાથે જોડાયેલી છે. તે નેપાળની રહેવાસી છે પરંતુ થોડા સમયથી દિલ્હીમાં રહેતી હતી. જાવેદનાં બોલાવ્યા બાદ યુવતી જયપુર આવી હતી. જાવેદ સેક્સ રેકેટ ચલાવે છે અને તેણે યુવતીને 10 હજાર પ્રતિ રાતના દરે જયપુર બોલાવી હતી અને ત્યાર બાદ તેને મુહાનામાં ભાડાના ફ્લેટમાં રોકી હતી.
જબરદસ્તીથી ગભરાયેલી યુવતીએ મોતનો રસ્તો પસંદ કર્યો
યુવતી દેહ વ્યાપાર સાથે જોડાયેલી છે. જો કે તેને પણ જબરદસ્તી સંબંધ મંજુર નોહોતો. આ જબરદસ્તીથી જ ગભરાયેલી યુવતીએ મોતનો વિકલ્પ પસંદ કર્યો અને ચોથા માળેથી નીચે કુદી ગઇ હતી. જો કે નીચે માટી હોવાનાં કારણે તેનો જીવ બચી ગયો હતો.