નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં મતદાનનો માત્ર એક જ અંતિમ તબક્કો બાકી છે. જે 7 માર્ચે સમાપ્ત થશે. સાતમા તબક્કા માટે પ્રચાર પણ શનિવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો હતો. એવામાં હવે તમામ નેતાઓ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રીએ નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ચૂંટણી જીતવી એ અમારી પ્રાથમિકતા નથી'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ચૂંટણી એ માત્ર સરકાર બનાવવાની કવાયત નથી. અમારા માટે આ અમારી વિચારધારા અને સરકાર દ્વારા કરવામાં આવેલા કામને લોકો સુધી પહોંચાડવાની અને તેમની સમસ્યાઓ વિશે જાણવાની તક છે.

યૂક્રેનથી ભારતીયોની વતન વાપસીનું મિશન તેજ, સરકારે જાહેર કરી નવી એડવાઇઝરી


'અમે 4 રાજ્યોમાં સરકાર બનાવી રહ્યા છીએ'
કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફરીથી સરકાર બનાવીશું અને પંજાબમાં સારું પ્રદર્શન કરીશું. સાથે જ અમિત શાહે કહ્યું કે યુપીમાં યોગીજીની સરકારે તેના રિઝોલ્યુશન લેટર મુજબ 92% થી વધુ કામ પૂર્ણ કર્યું છે.


કોવિડકાળની ચૂંટણી
પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, અમે કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું અને સારું અસરકારક ચૂંટણી પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો. હું ભાજપની તરફેણમાં મતદાન કરવા બદલ લોકોનો આભાર માનું છું. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરના લોકોએ બહુમતી સાથે અમારી સરકારને પરત લાવવાનો નિર્ણય કર્યો છે.


જુઓ ખાસ વાતો
જેપી નડ્ડાએ કહ્યું- 
ભાજપની જીત નક્કી છે. 
રાજ્યોમાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઇ રહી છે. 


અમિત શાહે કહ્યું- 
ફક્ત સરકર બનાવવી  અમારી પ્રાથમિકતા નથી.
લોકોને સુવિધા પહોંચાડવાની અમારી પ્રાથમિકતા
પાંચ રાજ્યોમાં અમને સારું સમર્થન મળ્યું
ભાજપે સારી રીતે ચૂંટણી લડી
પાર્ટીએ ખૂબ મહેનત કરી છે. 
ચારો રાજ્યોમાં અમે ફરીથી સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. 
પંજાબમાં ગઠબંધનથી સરકાર બનશે
પીએમ મોદીની લોકપ્રિયતા ચરમ સીમા પર છે. 
જાતિવાદ, પરિવારવાદથી મુક્ત થયું ઉત્તર પ્રદેશ 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube