ઈચ્છાઓનો પટારો એકવાર ખુલી જાય પછી તેમાં કાશ! નો સૈલાબ ઉમટ્યા વગર રહી શકતો નથી. એકવાર મનની બારીમાં કાશ!નું નું બોક્સ ખુલ્યું નથી કે તેને બંધ કરવું ખુબ અઘરું બની જાય છે. ડિયર જિંદગીને ગુંડગાંવથી ખુબ સ્નેહાળ, પ્રેમથી ભરેલો ઈમેઈલ મળ્યો છે. શાલિની મલ્હોત્રાએ લખ્યું છે કે સરખામણીના તાંતણા કેવી રીતે દાંપત્ય જીવનને ગૂંચવવા લાગ્યા હતાં. તેમાં તણાવની ગાંઠો પડવા માંડી હતી., ત્યારે જ તેમની માતાએ નૌકાને ચક્રાવે ચડતા જોઈ અને તેને હેમખેમ બહાર કાઢી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના લગ્ન આઈટી એન્જિનિયર રોશન સાથે થયા હતાં. રોશનને કોઈ ખોટ નહતી, બસ રંગ શ્યામ હતો. કદ કઈંક નાનું હતું. જ્યારે શાલિનીના પરિવારમાં બધા એકદમ ગોરા ગોરા હતાં. તેમના ભાઈઓના કદકાઠી અમિતાભ  બચ્ચન જેવા હતાં. શાલિનીને આ વાત શરૂઆતમાં ખટકતી હતી. પરંતુ તેમના માતા  પિતા છોકરાને લઈને ખુબ ઉત્સાહિત હતાં. આથી લગ્નની ના પાડવી એ મુશ્કેલ હતું. રોશનની કાબેલિયત, હુનર, પ્રતિભા, વ્યક્તિત્વ બધુ એ હદે મોહિત હતું કે તેના કદ અને રંગ પર કોઈનું ધ્યાન ગયું જ નહીં. 


ડિયર જિંદગી: ગેસ ચેમ્બર; બાળકો તમારા છે, સરકાર કે શાળાના નહીં!


શાલિનીને લગ્નના એક મહિના બાદ પહેલીવાર આ વાત ત્યારે ખટકી જ્યારે ફોટાનો આલબમ તૈયાર થઈને આવ્યો. તેની એક બહેનપણીએ કહ્યું કે શાલુ બધુ બરાબર છે, પરંતુ રોશન તારા રંગ સામે ફીકો છે! અરેન્જ મેરેજમાં આ જ સમસ્યા છે. તારા ભાઈઓ સામે રોશન 'થોડો' નબળો છે. શાલિનીના મનમાં આ વાત બેસી ગઈ. સંજોગવસાત થોડા સમય બાદ તેની નાની બહેનના લગ્ન થયાં. ત્યાં બંનેની જોડી એકબીજાને એકદમ યોગ્ય હતી. શાલિની અને રોશન બહારથી તો બરાબર હતાં પરંતુ અંદર કઈંક એવું હતું, જેની ઝલક સપાટી પર જોવા મળવા લાગી હતી. 


વાતોનું ક્યાંકથી શરૂ થવું, ક્યાંક નીકળી જવું. નાની નાની વાતોની ચર્ચા અચાનક ઉગ્ર સ્વરૂપ પકડી લે. શાલિનીની માતાએ આ બધુ પકડી લીધુ. કારણ કે તેમને થોડો સમય સાથે રહેવાની તક મળી ગઈ. તેમણે શાલિનીને પોતાના સ્નેહના છાંયામાં લઈને દરેક વાત સરળતાથી ઉકેલી દીધી. માતાએ શાલિનીને શું કહ્યું, તમે પણ વાંચો, કદાચ આગળ કામ આવી જાય!


ડિયર જિંદગી : ઓછા માર્ક લાવનાર બાળક !


'શાલિની, તને ખબર છે! તારી ભાભીઓ  કેમ પરેશાન રહે છે. તારી નાની બહેનના ત્યાં શું મુશ્કેલી છે. તેમના પતિ કે જે તારા ભાઈ પણ છે, મહિલાઓ માટે એટલું સન્માન નથી ધરાવતા જેટલું રોશન તને આપે છે. આપણા ઘરના પુરુષ કે જેમાં તારા પિતા પણ સામેલ છે, તે પહેલા એક પુરુષ અને ત્યારબાદ બીજુ કઈં છે. તેમની અંદર પોતાના કદ, કાઠી, સૌંદર્યને લઈને ખુબ અભિમાન છે. એક ખોટો કૌટુંબિક રૂઆબ છે. પરંતુ રોશનમાં નથી. કદાચ એટલા માટે કારણ કે તેના જીવનમાં કદ, કાઠી કરતા વધારે તેના વ્યક્તિત્વનું મહત્વ છે. તે પહેલા તારો પતિ છે અને ત્યારબાદ પુરુષ છે. તેને તારા ભાઈ, પિતા જેવો ન બનાવ કારણ કે તે થવું શક્ય નથી. તું તેને કોઈ બીજા જેવો કેમ બનાવવા માંગે છે! હું તારી માતા છું, પરંતુ તારી સાસુ એ તારી સાસુ છે. અમે બંને અલગ છીએ, આ મારા માતા જેવા છે, આ મારા પિતા જેવા છે.. એ વાતો એકદમ ખોટી છે. બધા અલગ છે, બધા સંબંધો સુંદર હશે, શરત એ છે કે તે એકબીજા કરતા અલગ હોય. એકબીજા જેવા નહીં! કારણ કે કોઈ કોઈના જેવું હોતું નથી! આપણે પૂરેપૂરું સત્ય જાણતા નથી, આથી તેમના જેવી આશાઓમાં ખોવાયેલા રહીએ છીએ, જે જીવન પ્રત્યે સૌથી મોટું છળ છે!.'


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)