મને વિનોદ કુમાર શુક્લ બહુ ગમે છે. તેમની પાસેથી વરસાદમાં ધોવાયેલા હોય એવા સ્વચ્છ અને શિયાળાની સવારના તડકા જેવા ઉષ્માળુ શબ્દો વાંચવા મળે છે. 'ડિયર જિંદગી' માટે લાઇબ્રેરીમાં કંઈક શોધતી વખતે તેમની કવિતા મળી ગઈ, 'जो मेरे घर कभी नहीं आएंगे.' આપણે અરસપરસ કેટલી ચર્ચા કરીએ છીએ કે આપણે તેમના ઘરે નહીં જઈએ જે આપણા ઘરે નથી આવતા. આપણે જ શું ત્યાં જવું જોઈએ અને એ પણ વારંવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિયર જિંદગી: તેના 'જેવું' કઈ હોતું નથી!


બાળપણથી માંડીને વયસ્ક થઈએ ત્યાં સુધી આ વિચારમાંથી અનેકવાર પસાર થઈએ છીએ. અનેક મજબૂત સંબંધો આ વિચાર સાથે ટકરાઈને તુટી જાય છે. સંબંધો આવી રીતે જ ચાલતા હોય છે. કોઈ બીજું મળે તો પહેલાંને ભુલી જઈએ છીએ. જે શહેરોમાં ફ્લેટ નહોતા પણ ગપાટાબાજી માટે ખુલ્લા મેદાન હતા ત્યાં આવું સંકટ ક્યારેય નહોતું. 


પરિસ્થિતિમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આપણે એ ઇમારતોમાં ચાલ્યા ગયા જેના રહેવાસીઓને જોવા માટે ગરદન ઉંચી કરવાની ફરજ પડતી હતી. આ ઇમારતોમાં દરેક વ્યક્તિ પોતાના મકાનનંબરને પોતાની દુનિયા સમજવા લાગ્યા. જે આપણા ઘરે નથી આવતા તેના ઘરે આપણે નહીં જઈએ એ વિચાર અહીંથી જ શરૂ થયો. 


ડિયર જિંદગી: ગેસ ચેમ્બર; બાળકો તમારા છે, સરકાર કે શાળાના નહીં!


આ વાતને બીજી રીતે સમજીએ તો આપણે બધા પાસેથી પ્રતિભાવમાં આપણા જેવો જ વ્યવહાર ઇચ્છવા લાગ્યા. આપણે જેવા છીએ એવા જ બીજા લોકોને જોવા ઇચ્છીએ છીએ. આપણી અપેક્ષા છે કે જે મારી અંદર છે એ જ વસ્તુ બીજાની અંદર હોવી જોઈએ, હું સારા પકવાન બનાવું છું તો બધાને આવડવા જોઈએ અને હું આવી રીતે રહું છું તો તમારે પણ એવી જ રીતે રહેવું જોઈએ. 


મન ગમે છે એટલે જ આ 'બ્રહ્મ' સત્ય છે. આ સૌથી મોટી સમસ્યા છે. પરિવારમાં બે ભાઈઓ કે બે બહેનો એકસમાન નથી હોતા. તેમનામાં પણ વિવિધતા હોય છે જે સહજ અને સ્વાભાવિક છે. આ સંજોગોમાં દુનિયાને પોતાના જેવી બનાવવાની ઇચ્છા મોટી સમસ્યા છે. 


વિચારો, આ માનસિકતામાં કેમ મિત્રતા નથી વિકસતી અને લોકોના દરવાજા હંમેશા બંધ રહે છે ! આ દરવાજા મોટાભાગે કચરાવાળાના અને છાપવાળાના અવાજથી કે પછી અંગત કારણોસર જ ખુલતા હોય છે. આપણે મળતા જ નથી બીજા લોકોને!


એકબીજામાંથી રસ ઓછો થઈ રહ્યો છે અને એકબીજાની પ્રત્યેની ચિંતા પણ ઓછી થઈ રહી છે. આ અભિગમને આજના સમયની વાસ્તવિકતા ગણાવીને એનાથી પીછો નથી છોડાવવાનો પણ એનો સામનો કરવાની જરૂર છે. આ માત્ર આપણો જ વિચાર કરવાની મર્યાદિત વિચારસરણીનું પરિણામ છે જે આપણને એકલતાની તરફ ધકેલે છે. 


પાડોશીનું અભિવાદન કરવામાં આપણે જેટલા અસહજ બનીશું એટલી તેમની સાથેની ઉદાસીનતાની દિવાર મજબૂત બનતી જશે. 


આ બધું થોડું મુશ્કેલ લાગે છે. જેવી રીતે રણમાં મુસાફરી શરૂઆતમાં મુશ્કેલ લાગે છે પણ રણદ્વીપ સુધી જવાનો રસ્તો તો રેતીના ઢુંવા વચ્ચેથી જ મળે છે. આ માટે આપણે માનવીયતાને બંધ રૂમમાંથી ખુલ્લી હવામાં તેમજ એકલવાયાપણામાંથી 'સમુદાય' સુધીના રસ્તે લાવવા જે કરવું પડે એ કરવું જોઈએ. દુનિયામાં નાના પ્રયાસો મલમનું કામ કરે છે, આનાથી જ જિંદગીનો રસ્તો મળે છે. 


ડિયર જિંદગી : આંસુની શરણમાં જાપાન !


ક્યારેક સમય મળે તો વિનોદજીની કવિતા તેમજ નવલકથાઓનો રસાસ્વાદ કરજો. માનસિક શાંતિ મળશે. અર્થ શોધવાથી જિંદગીમાં કંઈ નથી મળતું. ક્યારેક-ક્યારેક કેટલીક ક્ષણો એમ જ માણી લેવી જોઈએ. 


जो मेरे घर कभी नहीं आएंगे 
मैं उनसे मिलने 
उनके पास चला जाऊंगा. 
एक उफनती नदी कभी नहीं आएगी मेरे घर 
नदी जैसे लोगों से  मिलने 
नदी किनारे जाऊंगा 
कुछ तैरूंगा और डूब जाऊंगा. 
पहाड़, टीले, चट्टानें, तालाब 
असंख्य पेड़ खेत 
कभी नहीं आयेंगे मेरे घर 
खेत खलिहानों जैसे लोगों से मिलने 
गांव-गांव, जंगल-गलियां जाऊंगा. 
जो लगातार काम से लगे हैं 
मैं फुरसत से नहीं 
उनसे एक जरूरी काम की तरह 
मिलता रहूंगा. 
इसे मैं अकेली आखिरी इच्छा की तरह 
सबसे पहली इच्छा रखना चाहूंगा.


- विनोद कुमार शुक्‍ल


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)