Loud Music: શું લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બની રહ્યું છે હાર્ટ એટેકનું કારણ? DJ વિશે ચોંકાવનારો સ્ટડી
લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સ્વસ્થ અને એકદમ ફીટ લોકોને પણ હાર્ટ એટેકથી મોત આવી રહ્યા છે. આવી જ એક ધટના બિહારના સીતામઢીમાં પણ જોવા મળી. જ્યાં રસ્મો દરમિયાન જ દુલ્હેરાજાનું મોત નિપજ્યું. એવું કહેવાય છે કે ડીજેના મોટા અવાજથી તેને હાર્ટ એટેક આવી ગયો. આમ તો સંગીતને સીધો હ્રદય સાથે કનેક્શન હોવાનું કહેવાય છે. સારું સંગીત જ્યાં હ્રદયરોગીઓ માટે જાદુનું કામ કરે છે ત્યાં કાનફાડું મ્યુઝિક હ્રદયના ધબકારા વધારી શકે છે અને બંધ પણ કરી શકે છે.
લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સ્વસ્થ અને એકદમ ફીટ લોકોને પણ હાર્ટ એટેકથી મોત આવી રહ્યા છે. આવી જ એક ધટના બિહારના સીતામઢીમાં પણ જોવા મળી. જ્યાં રસ્મો દરમિયાન જ દુલ્હેરાજાનું મોત નિપજ્યું. એવું કહેવાય છે કે ડીજેના મોટા અવાજથી તેને હાર્ટ એટેક આવી ગયો. આમ તો સંગીતને સીધો હ્રદય સાથે કનેક્શન હોવાનું કહેવાય છે. સારું સંગીત જ્યાં હ્રદયરોગીઓ માટે જાદુનું કામ કરે છે ત્યાં કાનફાડું મ્યુઝિક હ્રદયના ધબકારા વધારી શકે છે અને બંધ પણ કરી શકે છે.
રિસર્ચ થયો
યુરોપિયન હાર્ટ જર્નલમાં નવેમ્બર 2019માં હાર્વર્ડ એજ્યુકેશનનો એક સ્ટડી છપાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે મ્યુખિ કે કોઈ પણ પ્રકારનો મોટો અવાજ કેવી રીતે હ્રદયને નબળું કરે છે. રિસર્ચર્સે 500 વયસ્કો કે જેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા તેમના દિલની લગભગ પાંચ વર્ષ સુધી સ્ટડી કરી. આ લોકો વ્યસ્ત રસ્તાઓની આજુબાજુ રહેતા કે કામ કરતા લોકો હતા. જ્યાં આખો દિવસ રાત ગાડીઓનો અવાજ ગૂંજતો હતો. પાંચ વર્ષ દરમિયાન સારા સ્વાસ્થ્યવાળા લોકો પણ કાર્ડિયોવાસ્ક્યૂલર બીમારીઓ સામે ઝઝૂમતા જોવા મળ્યા.
કેટલું જોખમી
સ્ટડીના તારણો જોઈએ તો ચોવીસ કલાકમાં દર 5 ડિસેબલના વધારાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોકમ 34 ટકા જેટલું વધી જાય છે. એટલે સુધી કે તેનાથી બ્રેઈનના એમિગ્ડેલા ઉપર પણ અસર થાય છે. આ એ હિસ્સો છે જે ભાવનાઓ અને નિર્ણય લેવાની ક્ષમતાને લીડ કરે છે. ક્રોનિક નોઈસ એક્સપોઝરથી આ હિસ્સો સંકોચાવા લાગે છે. જેનાથી આક્રમકતા અને મૂડ સ્વિંગ્સ જેવી મુશ્કેલીઓ આવવા લાગે છે.
અનિયમિત ધબકારા થાય એટલે મુશ્કેલીઓ વધે
આ જ રીતે એક સ્ટડી જર્મનીના મેન્જ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં પણ થયો. 35થી 74 વર્ષના 15 હજાર લોકોને સ્ટડીનો ભાગ બનાવવામાં આવ્યા. તેમાં જાણવા મળ્યું કે સંગત હોય કે શોર, એક લિમિટ બાદ તેનો અવાજ વધે એટલે દિલ બેકાબૂ થવા લાગે છે. હાર્ટ રેટ એટલો વધી જાય છે કે જાણે લાંબી કસરત કે દોડીએ ત્યારે જેવું થાય એવું થવા લાગે છે. દિલના ધબકારા અનિયમિત થવાને આર્ટિયલ ફાઈબ્રિલેશન (AFib) કહે છે. તેનાથી હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને બ્લડ ક્લોટ જેવા જોખમ વધે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઈ પણ એક્ટિવિટી જે બ્લડ પ્રેશર વધારે તે ફાઈબ્રિલેશનને ટ્રિગર કરી શકે છે. મોટા અવાજથી પણ આવું જ થાય છે. તેનાથી હાર્ટની ઉપરની બે ચેમ્બર્સમાં લોહી યોગ્ય રીતે પહોંચી શકતું નથી. જેનાથી લોઅર ચેમ્બર્સનો બ્લડ ફ્લો પણ ગડબડ થઈ જાય છે. જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ ઉપાડી શકશો 10 હજાર, જાણો આ પ્રોસેસ
કુમકુમ ભીંડા'ની ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ! કિંમત અને ફાયદા જાણી દંગ રહી જશો
સેક્સી પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાનો પોતાના શરીરના આ ભાગ વિશે ચોંકાવનારો ખુલાસો
કેટલો ધીમો અવાજ સાંભળવો જોઈએ
આ અગાઉ તેજ અવાજ પર મોટાભાગના સ્ટડી એ જ રીતે થયા રહ્યા કે તેનાથી કાન પર શું અસર થાય છે. મોટાભાગના અભ્યાસમાં એવું માનવામાં આવ્યું કે આપણા માટે 60 ડેસિબલ સુધીનો અવાજ સામાન્ય છે. તેનાથી વધુ અવાજથી કાનના પડદા પર અસર થાય છે. આપણે જે પણ સાંભળીએ છીએ તેને સાયન્સમાં ડિસિબલ પર માપવામાં આવે છે. પત્તાનો પડવાનો કે શ્વાસનો અવાજ 10થી 30 ડેસિબલ વચ્ચે રાખવામાં આવે છે. આ એ અવાજ છે જે આખો સમય આપણી સાથે રહે છે પરંતુ પરેશાન કરતો નથી.
15 મિનિટ સુધી આટલો અવાજ સાંભળવો જોખમી
વાતચીતનો અવાજ 50થી 70 ડેસિબલ સુધી હોય છે. જે સામાન્ય રીતે ખરાબ નથી લાગતો. તેનાથી ઉપરનો દરેક અવાજ પરેશાન કરનારો માનવામાં આવે છે. એવું મનાય છે કે જો કોઈ રોજ 15 મિનિટથી વધુ 100 ડેસિબલ પર સંગીત સાંભળે તો તેની સાંભળવાની ક્ષમતા પર અસર થવા લાગે છે. તેનાથી ઉપરનું મ્યુઝિક હોય તો કાનથી આ અસર દિલ અને દિમાગ સુધી પહોંચે છે.
ગત વર્ષે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સેફ લિસનિંગ માટે એક માપદંડ કરવાની વાત કહેતા કહ્યું હતું કે મ્યુઝિક ક્લબ કે કોન્સર્ટમાં જનારા 12થી 35 વર્ષના લોકો પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી રહ્યા છે. તેનાથી લગભગ 40 ટકા ટિનએજર અને યંગ એડલ્ટ કાન અને દિલને નબળા કરનારા અવાજથી એક્સપોઝ થઈ રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube