કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની કથિત ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેને ભારત સરકારે ડિઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. હાલમાં જ ભારત સરકારે 41 આતંકીઓની યાદી બહાર પાડી હતી  જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું. મળતી માહિતી મજુબ હરદીપ નિજ્જરને કેનેડાના સરે (Surrey) માં ગોળી મારવામાં આવી ત્યારબાદ તેનું મોત થયું. તે કેનેડાના શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જલંધરનો રહીશ હતો. હાલ ભારતીય તપાસ એજન્સીઓ કેનેડાની તપાસ એજન્સીઓ પાસેથી આ ઘટના અંગે માહિતી ભેગી કરવામાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ મહત્વપૂર્ણ હતો નિજ્જર?
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ તે છેલ્લા અનેક વર્ષોથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહિત કરી રહ્યો હતો. નિજ્જર ભારતીય તપાસ એજન્સીઓ માટે છેલ્લા એક વર્ષમાં ખુબ મોટો માથાનો દુખાવો બની ગયો હતો. કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાથીઓને વિદેશમાં લોજિસ્ટિક અને પૈસા ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું હતું. 


થોડા દિવસ પહેલા જ ભારત સરકારે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ ટેરેરિસ્ટ એટલે કે આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરના બે સહયોગીઓની ફિલિપાઈન્સ અને મલેશિયાથી થોડા મહિના પહેલા ધરપકડ કરાઈ હતી. 


પૂજારીની હત્યાનો આરોપ
આ અગાઉ વર્ષ 2022માં પંજાબના જલંધરમાં હિન્દુ પૂજારીની હત્યાનું ષડયંત્ર રચવાા આરોપમાં NIA એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. એનઆઈએના જણાવ્યાં મુજબ પૂજારીની હત્યાનું ષડયંત્ર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)એ રચ્યું હતું. કેનેડામાં રહેનારો નિજ્જર KTF નો પ્રમુખ હતો. 


NIA ની એફઆઈઆરમાં નામ
ભારતમાં જ્યારે કૃષિ કાયદા વિરુદધ ખેડૂતોનું આંદોલન ચાલતું હતું ત્યારે વિદેશોમાં ભારતીય દૂતાવાસોની બહાર ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકીઓએ પ્રદર્શન કર્યું હતું. આ મામલે NIA એ ભારત સરકાર વિરુદ્ધ ભાવનાઓને ભડકાવવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી હતી. 


એફઆઈઆર મુજબ ભારત સરકાર વિરુદ્ધ જમીની અભિયાનો અને દુષ્પ્રચાર માટે ભારે પ્રમાણમાં ધન ભેગું કરાયું, જેનો હેતુ લોકોને વિદેશમાં ભારતીય દૂતાવાસાો વિરુદધ પ્રદર્શન કરવા માટે ઉકસાવવાનો હતો. તેમાં 3 આતંકીઓ ગુરુપતવંત સિંહ પન્નુ, પરમજીત સિંહ પમ્મા અને હરદીપ સિંહ નિજ્જરનું નામ સામેલ હતું. જ્યારે ચોથી કોલમમાં ભારત સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચનારા અજાણ્યા આતંકીઓને સામેલ કરાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube