Canada News: તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી, `ટ્રાવેલિંગ ટાળો`
India Canada News: ભારતે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે કહ્યું છે કેસ નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય.
India Canada News: ભારતે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચે સંબંધો તંગ બન્યા છે. કેનેડાએ પણ ભારતમાં રહેતા કેનેડા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કર્યા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે.
કેન્દ્રની મોદી સરકારે કેનેડાને વધુ એક જડબાતોડ જવાબ આપતા ભારતીય નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે કેનેડામાં વધતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજનીતિક રીતે સમર્થિત ધૃણિત અપરાધો અને અપરાધિક હિંસાને જોતા કેનેડામાં રહેતા કે ત્યાં જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકો માટે વધુ સાવધાની વર્તવાનો આગ્રહ કરવામાં આવે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube