Canada India: જો તમે કેનેડાના વિઝા માટે અરજી કરી હોય તો ખાસ જાણો આ માહિતી, કેનેડાએ આપ્યું મોટું અપડેટ
સીઆઈસી ન્યૂઝના રિપોર્ટ મુજબ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે ભારતમાં વિઝાના કામને જોવા માટે હાલ ફક્ત પાંચ જ લોકો છે. ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા કેનેડા (આઈઆરીસી) જે વિઝા અરજીઓને સંશોધિત કરે છે, તેણે આ મહિને પોતાના કર્મચારીઓની સંખ્યાને 27થી ઘટાડીને પાંચ કરી દીધી છે.
Canada gives update on Indian visa applications: કેનેડાએ કહ્યું છે કે કર્મચારીઓની કમીના કારણે ભારતીયો માટે 38,000 વિઝામાંથી તેઓ આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં ફક્ત 20,000 વિઝા અરજીઓ પર જ કાર્યવાહી કરી શકશે. સીઆઈસી ન્યૂઝના રિપોર્ટ મુજબ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે ભારતમાં વિઝાના કામને જોવા માટે હાલ ફક્ત પાંચ જ લોકો છે. ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા કેનેડા (આઈઆરીસી) જે વિઝા અરજીઓને સંશોધિત કરે છે, તેણે આ મહિને પોતાના કર્મચારીઓની સંખ્યાને 27થી ઘટાડીને પાંચ કરી દીધી છે.
શરૂઆતમાં ક્લિયર થશે બેકલોગ
આઈઆરસીસીને આશા છે કે વર્ષ 2024ની શરૂઆતમાં બેકલોગમાં લગભગ 11500 ભારતીય અરજી હશે. જો કે દેશના ટોપ ઈમિગ્રેશન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે સરકાર 2024ની શરૂઆત સુધીમાં ભારતીય અરજીઓ માટે સામાન્ય જનરલ પ્રોસિસેંગ પર પાછા ફરવા માટે કામ કરી રહી છે. આઈઆરસીસીએ કહ્યું કે તેને મેળવી શકાય છે કારણ કે ભારતથી કાઢી મૂકાયેલો સ્ટાફ કેનેડા અને ફિલિપાઈન્સમાં છે.
દેશની બહારથી કરી રહ્યા છે કામ
સીઆઈસીના જણાવ્યાં મુજબ આઈઆરસીસી વિઝા એપ્લિકેશન સેન્ટર (વીએસી) કામના બોજને ઓછો કરવાની કોશિશ કરી રહ્યો છે. આઈઆરસીસીએ ગત સપ્તાહ ઈશ્યુ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની મોટાભાગની અરજી પહેલેથી જ દેશની બહાર પ્રોસીજર કરાયેલી છે. ભારતની 89 ટકા અરજી વૈશ્વિક નેટવર્કના માધ્યમથી પ્રોસીડ કરાયેલી છે.
ભારતમાં બચ્યા છે ફક્ત 5 કર્મચારીઓ
આઈઆરસીસીએ કહ્યું કે ભારતમાં રહેતા કેનેડા સ્થિત આઈઆરસીસીના પાંચ કર્મચારીઓ તેમના કામ પર ફોકસ કરશે જેના માટે તત્કાળ પ્રોસેસિંગ, વિઝા પ્રન્ટિંગ, જોખમ મૂલ્યાંકન, અને પ્રમુખ ભાગીદારોની દેખરેખ જેવી દેશમાં ઉપસ્થિતિની જરૂરિયાતો હોય છે. વિભાગનું લક્ષ્ય તમામ અરજીઓમાંથી 80 ટકાને પ્રોસીડ કરવાનો છે. જે અરજીના પ્રકારના આધાર પર ભિન્ન હોય છે. કોઈ અરજી ત્યારે બેકલોગમાં જાય છે જ્યારે તેને સેવા માપદંડો હેઠળ પ્રોસિડ કરવામાં ન આવી હોય.
ભારતે વિઝા સર્વિસ ફરીથી શરૂ કરી
આઈઆરસીસીએ ભારતમાં વાણિજ્ય દૂતાવાસોમાં તમામ સેવાઓને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી છે. જો કે ભારતથી અરજી હજુ પણ સ્વીકર અને પ્રોસિડ કરવામાં આવશે. આ બધા વચ્ચે ભારતે 26 ઓક્ટોબરથી કેનેડામાં વિઝા સેવાઓ આંશિક રીતે ફરીથી શરૂ કરી દીધી. રાજનયિક સંબંધોમાં તણાવના કારણે તેમને બંધ કરાઈ હતી. ભારતીય ઉચ્ચાયોગે એક નિવેદનમાં કહ્યું કે પ્રવેશ, વેપાર, ચિકિત્સા, અને ઈવેન્ટ વિઝા માટે સેવાઓ ફરીથી શરૂ કરાશે. સ્થિતિના સતત મૂલ્યાંકનના આધારે આગળ નિર્ણય લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube