Canada Shifted its Extra Diplomats to These Countries: ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત પર આક્ષેપો કરનારા કેનેડાએ હવે બેકફૂટ પર આવવું પડ્યું છે. ભારતના કડક વલણથી કેનેડાએ ડેડલાઈનથી પહેલા જ ભારતમાં કામ કરી રહેલા પોતાના મોટાભાગના રાજદ્વારીઓને કુઆલાલમ્પુર કે સિંગાપુર મોકલી દીધા છે. ભારતે કેનેડાને નવી દિલ્હીમાં કામ કરી રહેલા પોતાના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે 10 ઓક્ટોબરની સમયમર્યાદા આપી છે અને ત્યારબાદ કેનેડાએ મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિજ્જરની હત્યા બાદ રાજનયિક વિવાદ ચાલુ
કેનેડાના એક ખાનગી ટીવી નેટવર્ક સીટીવી ન્યૂઝનો આ રિપોર્ટ  એવા સમયે આવ્યો છે જ્યારે ભારતે આ અઠવાડિયાની શરૂઆતમાં કેનેડાને પોતાના દૂતાવાસોમાં કામ કરી રહેલા અનેક રાજદ્વારીઓની સંખ્યા ઓછી કરવા કહ્યું હતું. ખાલિસ્તાની અલગાવવાદી નિજ્જરની જૂનમાં કેનેડાના સરે શહેરમાં અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કરી હતી. 


ભારતના રૌદ્ર સ્વરૂપથી ડર્યું કેનેડા!
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પોતાની સંસદમાં નિવેદન આપતા આ હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદથી બંને દેશો વચ્ચે સતત કૂટનીતિક વિવાદ ચાલુ છે. આ મામલે કેનેડા તરફથી ભારતના એક રાજનયિકને નિષ્કાસિત કરાયા બાદ ભારતે પણ કેનેડાના એક રાજદ્વારીને દેશથી તગેડી મૂક્યો. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ પણ બંધ કરી અને કેનેડા જતા ભારતીયોને સાવધાની વર્તવાની એડવાઈઝરી પણ ઈશ્યું કરી. 


દૂતાવાસકર્મીઓની સંખ્યા ઓછી કરવાની માંગણી
ભારતે કેનેડાને નોટિસ મોકલીને પોતાના દૂતાવાસકર્મીઓની સંખ્યા સંતુલિત કરવાની માંગણી કરી હતી. આ માટે 10 ઓક્ટોબરની ડેડલાઈન નક્કી કરાઈ હતી. ભારતે ચેતવણી આપી હતી કે જો કેનેડાએ આમ ન કર્યું તો 10 ઓક્ટોબર બાદ તેના વધારાના રાજદ્વારીઓની ડિપ્લોમેટિક ઈમ્યુનિટી હટાવી લેવાશે. મીડિયા રિપોર્ટ મુજબ બીજા દેશોમાં શિફ્ટ કરાયેલા કેનેડાના આવા રાજદ્વારીઓની સંખ્યા 41 છે. 


આ દેશોમાં ખસેડાયા
સીટીવી ન્યૂઝના સૂત્રો દિલ્હી બહાર ભારતમાં કામ કરી રહેલા મોટાભાગના કેનેડિયન રાજદ્વારીઓને કુઆલાલમ્પુર કે સિંગાપુર મોકલવામાં આવ્યા છે. કેનેડાના રાજદ્વારીઓ અને દૂતાવાસ સંબંધોનું મેનેજમેન્ટ કરનારા વિભાગ  ગ્લોબલ અફેર્સ કેનેડાએ પહેલા જ કહ્યું હતું કે વિવિધ સોશિયલ મીડિયા મંચ પર કેટલાક રાજદ્વારીઓને ધમકીઓ મળ્યા બાદ તે  ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યાનું આકલન કરી રહ્યા છે. જેના પરિણામસ્વરૂપે વધુ સાવધાની વર્તતા અમે ભારતમાં અમારા કર્મચારીઓની સંખ્યા અસ્થાયી રીતે ઓછી કરવાનો નિર્ણય લીધો છે. 


બંને દેશોના સંબંધોમાં કડવાહટ
ભારતે ગુરુવારે કહ્યું હતું કે કેનેડાએ દૂતાવાસ કર્મીઓની સંખ્યામાં સમાનતા મેળવવા માટે દેશમાં પોતાના રાજનયિક ઉપસ્થિતિ ઓછી કરવી જોઈએ. આ સાથે જ આરોપ લગાવ્યો હતો કે કેનેડાના કેટલાક રાજદ્વારીઓ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવામાં સામેલ છે. આ નિજ્જરની હત્યા પર બંને દેશો વચ્ચે સંબંધોમાં ચાલી રહેલી કડવાહટનો સ્પષ્ટ સંકેત છે. 


બીજી બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરિંદમ બાગચીએ કહ્યું કે પરસ્પર રાજનયિક ઉપસ્થિતિને પહોંચી વળવાની રીતો પર ચર્ચા ચાલુ છે. તેમણે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો કે ભારત આ મુદ્દે પોતાની સ્થિતિની સમીક્ષા નહીં કરે. એવી રાજણકારી છે કે ભારતમાં કેનેડાના રાજનયિકોની સંખ્યા લગભગ 60 છે અને ભારત ઈચ્છે છે કે કેનેડા આ સંખ્યામાં ઓછામાં ઓછા 36ની કમી કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube