Canada : ગુજરાતના છાત્રોની પહેલી પસંદ રહ્યું છે કેનેડા, હાલમાં કેનેડામાં આવો છે માહોલ
Gujarati In Canada: ભારત અને કેનેડાના સંબંધ હાલ વણસ્યા છે. જે પ્રકારે એક બાદ એક બન્ને દેશોની સરકારો નિર્ણયો લઈ રહી છે અને એડવાઈઝરી જાહેર કરી રહી છે તેને પગલે બન્ને દેશોમાં વસતા ખાસ કરીને કેનેડામાં વરસતા ભારતીયો એમાંય અહીંથી ત્યાં અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ચિંતા વધી ગઈ છે.
Gujarati In Canada: ભારત અને કેનેડા વચ્ચે દિવસે ને દિવસે સંબંધો તંગ બનતા જાય છે. આજે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા બંધ કરી દીધા છે. ભારત કડક હાથે કામગીરી કરી રહી છે. ભારતનો કેનેડા સાથે કરોડો ડોલરનો વેપાર છે. બંને દેશ વચ્ચે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 7 અબજ ડોલરનો વેપાર થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં 8.16 અબજ ડોલરનો વેપાર થયો છે. જોકે સંબંધો જો વધુ વણસે છે અને ટ્રેડ બંધ થાય છે તો ભારત માટે ખાસ ચિંતાનું કારણ નથી. કેમ કે, વેપારને લઈને કેનેડાની નિર્ભરતા ભારત પર વધુ છે.
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મુક્યા બાદ બંને દેશના સબંધોમાં કડવાશ આવી ગઈ છે. બંને દેશોએ એક બીજાના ડિપ્લોમેટ્સની હકાલપટ્ટી કરી છે. હવે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ વણસી રહેલા સબંધોના કારણે ચિંતિત છે. છેલ્લા પાંચ વર્ષમાં દસ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે ગયા છે. ચાલુ વર્ષે આખા વર્લ્ડમાંથી અંદાજે ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી ૧ લાખ ૮૫ હજાર એટલે કે, ૨૦ ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાંથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે, ત્રીજા નંબરે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે.
એડવાઈઝરીના નામે એજન્ટો લૂંટ ચલાવે તો નવાઈ નહી-
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીના કારણે રાજ્ય અને દેશના નાગરિકોમાં ચિંતા પ્રસરતાં તેનો ફાયદો ઉઠાવી એજન્ટો લૂંટ ચલાવે તો નવાઈ નહી તેવી ચર્ચા ઉઠી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં સામાજિક પરીબળોના કારણે મોટી સંખ્યામાં લોકો વિદેશ જઈ રહ્યા છે, જેમાં અમેરીકા, ઓસ્ટ્રેલીયા અને કેનેડા પ્રથમ પસંદગી છે. વિદેશ જવા માટે એજન્ટોને લાખો રૂપિયા ફી ચુકવવામાં આવે છે. જોકે હવે સરકારની એડ્વાઈઝરીના નામે એજન્ટો વીઝા પ્રોસેસ અધરી બની હોવાના ખોટા કારણે આપી વધુ પૈસા ખંખેરવાનો કીમિયો અપનાવે તો નવાઈ નહી.
કોઈ ચિંતાનો માહોલ નથી. અહીં લોકોને કોઈ પ્રશ્ન મુદ્દે પ્રોટેસ્ટ કરવું જેટલા હોય તો પણ વિકઓફનો ઈંતેજાર કરતાં હોય છે. આ મામલો બંન્ને દેશના ઉચ્ચ લેવલનો છે જેમાં સામાન્ય વ્યક્તિ કે, વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તેવું હાલમાં જણાતું નથી. કેનેડામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આવે છે અને સ્થાયી થાય છે. એટલુ જ નહી, કેનેડાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આખા વિશ્વમાંથી આવતા કુલ વિદ્યાર્થીઓ પૈકી ૨૦ ટકા જેટલાં ભારતમાંથી આવે છે. ભારત સરકાર દ્વારા આજે ૨૦મી સપ્ટેમ્બરના રોજ સાવચેતી દાખવતી એડ્વાઈઝરી પ્રસિદ્ધ કરાતાં વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને ભારતના વાલીઓમાં ઉઠેલી ચિંતાને લઈ કેનેડા સહિત વિશ્વના વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓને ભણવા અર્થે મોકલનાર કન્સલ્ટન્ટે ને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, હું અત્યારે કેનેડામાં છું અને અહીં આ મોટી બાબત નથી.
૨૦૨૩ના પહેલા હાફમાં પણ ૧.૭૫ લાખ ભારતીયોને મળ્યા વિઝા-
૨૦૧૮માં ૧.૭૧ લાખ, ૨૦૧૮માં ૨.૧૮ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા. ૨૦૨૦માં ૧.૭૯ લાખ તેમજ ૨૦૨૧માં ૨.૧૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા પહોંચ્યા હતા. ૨૦૨૨માં આ આંકડો ૩.૧૯ લાખ પર પહોંચ્યો હતો. કેનેડામાં ભણવા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. જેમ કે ૨૦૨૨માં કેનેડામાં પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા અને તેમાં ૨.૨૬ લાખ તો ભારતીય વિદ્યાર્થીઓ હતા. ૨૦૨૩ના પહેલા હાફમાં પણ ૧.૭૫ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા માટેના સ્ટુડન્ટ વિઝા મળી ચુકયા છે.
હાલમાં ભારતમાં તણાવપૂર્ણ માહોલના સમાચારો વચ્ચે ભારતમાં કેનેડાને લઈને જે લોકોના મનમાં વિચારો થઈ રહ્યા છે તેના કરતા સ્થિતિ ત્યાં એકદમ અલગ છે. અહીં લોકોના માથે ભણવાની સાથે પોતાની ફી અને ખર્ચા કાઢવાની જવાબદારીઓ રહેલી છે જેથી લોકો મોટાભાગે તેમાં જ વ્યસ્ત છે. અહીં જ્યારે વિદ્યાર્થીઓ ભેગા થાય તો તેઓ ગૃપ સ્ટડી પર ફોકસ કરતા હોય છે, માટે હાલ જે બાબતની ચર્ચા ભારતમાં છે તે અંગે ભાગ્યે જ કોઈ ચર્ચા કરતું હોય છે અને તેમાં રસ લેતું હોય છે. એક અંદાજ પ્રમાણે કેનડામાં શીખોની વસતિ 7.70 લાખ એટલે કે તેની કુલ વસતિના બે ટકા જેટલી છે. કેનેડામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીય છે. ફેડરલ ઓફિસર અને કેનેડિયન નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના નાગરિકે કહ્યું કે, હાલ કોઇ ચિંતાજનક સ્થિતિ નથી. પરંતુ આવા દેખાવકારો ક્યારે શું કરે એ કહેવું મુશ્કેલ હોય છે. કેનેડામાં છાત્રો આ બાબત પર હાલમાં રસ લઈ રહ્યાં નથી. અહીં હાલ તો સ્થિતિ સામાન્ય છે. જોકે તેમના મતે ખાલિસ્તાનવાદી તત્વો અહીં સતત આક્રમક બની ઉપદ્રવ વધારી રહ્યાં છે.