ભારત અને કેનેડા વચ્ચે છેડાયેલા વિવાદને પગલે એવા વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે જે ત્યાં ભણવા જવા માટે બિસ્તરા પોટલા બાંધીને બેઠા છે. કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા પણ એ મુદ્દે વધી ગઈ હતી કે ક્યાંક એવું ન થાય કે આપસી સંબંધ બગડવાની અસર તેમના સ્ટડી વિઝા પર પડે અને વિઝા કેન્સલ કરીને તેમને ઈન્ડિયા ડિપોર્ટ કરી દેવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે યોર્ક યુનિવર્સિટી, કેનેડાના કુલપતિએ આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા કહ્યું કે અમે ભારતીય વિદ્યાર્થીઓના સ્વાગત માટે તૈયાર છીએ. તેમણે યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ભારતીય મૂળના ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને એ વાતનો ભરોસો અપાવ્યો કે કેનેડા અને યોર્ક યુનિવર્સિટી તેમના માટે સેફ જગ્યા બની રહેશે. 


વાત જાણે એમ છે કે જી20 બેઠક બાદ ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા કૂટનીતિક વિવાદ બાદ છેલ્લા એક અઠવાડિયાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધનો લઇને ચર્ચા ખુબ તેજ છે. ત્યાં રહેતા વિદ્યાર્થીઓ માટે કેનેડાના યોર્ક યુનિવર્સિટીના અધ્યક્ષ અને કુલપતિ પ્રોફેસર રોન્ડા લેન્ટનનું આ નિવેદન રાહત આપનારું છે. 


મળી રહ્યો છે 24 કલાક મેન્ટલ હેલ્થ સપોર્ટ
ઈન્ડિયન એક્સપ્રેસ ડોટ કોમ સાથે વાતચીતમાં કુલપતિએ કહ્યું કે યોર્ક યુનિવર્સિટીની નજર પર ભારત અને કેનેડા વચ્ચે ઘટી રહેલી હાલની ઘટનાઓ પર છે. અમને વિશ્વાસ છે કે કેનેડા અને ભારતની સરકારો આ રાજનયિક મામલાઓ પર કોઈ સમાધાન પર પહોંચશે. આવા કપરા સમયમાં અમે ભારતીય વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી દરેક શક્ય સહયોગ કરી રહ્યા છીએ. પછી ભલે તે મેન્ટલ હેલ્થ હોય કે પછી એકેડેમિક વિઝા પર સલાહ હોય. કે પછી કોઈ પણ પ્રકારની નાણાકીય મદદ હોય. અમે વિદ્યાર્થીઓને દરેક પ્રકારનો સાથ આપી રહ્યા છીએ. 


યોર્કના વિદ્યાર્થીઓ વિવિધ ભાષાઓમાં અને દુનિયામાં ગમે તે ખૂણેથી 'keep.meSAFE' ના માધ્યમથી 24 કલાક માનસિક સ્વાસ્થ્ય મદદ પ્રાપ્ત કરી શકે છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ રિયલ ટાઈમ અને એપોઈન્ટમેન્ટ બેસ્ડ કાઉન્સિલિંગ પણ લઈ શકે છે. આ ઉપરાંત યુનિવર્સિટીએ એ પણ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા અંગેની કોઈ યોજના નથી. 


ઈમિગ્રેશન, રેફ્યૂઝીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) ના તાજા  આંકડા માનીએ તો કેનેડિયન સંસ્થાઓ અને શાળાઓમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં કેનેડા માટે સક્રિય સ્ટડી વિઝાવાળા 8.7750 વિદેશી વિદ્યાર્થીઓ હતા. એવું કહેવાય છે કે તેમાંથી સૌથી વધુ ભારતથી લગભગ 3 લાખ 20 હજાર જેટલા છે. જે વર્ષ 2021ની સરખામણીમાં ઘણા વધારે છે. 


કેમ કેનેડા છે ટોપ ચોઈસ
કેનેડાની ટોપ યુનિવર્સિટી ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમ રજૂ કરે છે. કેનેડાના વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી પોતાના હાઈ એકેડેમિક સ્ટાન્ડર્ડ્સ, ઈનોવેટિવ રિસર્ચ અને પોતાના વિદ્યાર્થીઓ માટે એક્સલેન્ટ સપોર્ટ માટે જાણીતી છે. આ ટોપ યુનિવર્સિટીઓમાં એવો માહોલ છે જે વિદ્યાર્થીઓને અલગ અલગ કલ્ચરથી રૂબરૂ કરાવે છે. વિદેશ મંત્રાલય દ્વારા શેર કરાયેલા એક રિપોર્ટ મુજબ 2020માં કુલ 261406 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા અને 2021માં 71769 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ગયા. તેમાં સૌથી વધુ સંખ્યા કેનેડા જનારાઓની છે. કેનેડા પોતાના ફાર્મસી, ફાઈનાન્સ, નર્સિંગ અને ડેન્ટલના અભ્યાસ માટે પ્રખ્યાત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube