VIDEO: ભારતની ખરીખોટી સાંભળીને કેનેડાના હાઈ કમિશનર લાલ-પીળા થઈ ગયા, ગુસ્સામાં પછાડ્યો દરવાજો
India Canada Relations: કેનેડાના હાઈ કમિશનર જ્યારે વિદેશ મંત્રાલયમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે ત્યાં હાજર પત્રકારો તેમને સવાલ પૂછવા માંગતા હતા. પરંતુ મેકકેયે પ્રશ્નોના જવાબ આપ્યા વિના નીકળી ગયા હતા. આટલું જ નહીં તેમણે ગુસ્સામાં પોતાની કારનો દરવાજો પણ પછાડ્યો હતો.
India Canada Relations: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ ખટાશવાળા બની ગયા છે. જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે ભારતે તેના હાઈ કમિશનરને બોલાવીને ઠપકો આપ્યો હતો. કેનેડાના આ સફેદ જુઠ્ઠાણા પર કાર્યવાહી કરતાં ભારતે કેનેડિયન રાજદ્વારીને તાત્કાલિક ભારત છોડવા કહ્યું છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના જુઠ્ઠાણાનો સચોટ જવાબ આપતા ભારતે તેના એક રાજદ્વારીને 5 દિવસમાં નવી દિલ્હી છોડવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, ભારતે કેનેડાના હાઈ કમિશનરને બોલાવીને સખત ઠપકો આપ્યો હતો. જ્યારે કેનેડાના હાઈ કમિશનર વિદેશ મંત્રાલયમાંથી બહાર આવ્યા ત્યારે આ તેમના ચહેરા પર જોવા મળતું હતું.
ભારતે કેનેડાના હાઈ કમિશનરને જાણ કરી હતી
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાએ આ જ આરોપમાં એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. કેનેડાના આ સફેદ જુઠ્ઠાણાનો ભારતે પણ જોરદાર જવાબ આપ્યો હતો. ભારતે કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા અને તેમને ખખડાવી નાખ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભારતે કેનેડાના આ વલણને તેના હાઈ કમિશનર મેકકેય સુધી પહોંચાડ્યું હતું.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube