નવી દિલ્હી: એક 75 વર્ષીય કેન્સર દર્દી કે જેને કોરોના વાયરસનો પણ હુમલો થયો હતો તેના મૃત્યુના બે દિવસ પહેલા જ હોસ્પિટલમાં તેની ભૂતપૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નના એક વર્ષ પછી લીધા હતા છૂટાછેડા
Metro ના સમાચાર અનુસાર, 75 વર્ષીય એડી અને પેટીએ પ્રથમવાર 1970માં લગ્ન કર્યા હતા. તે સમયે તેઓ યુવાન હતા અને એક વર્ષ પછી તેમને છૂટાછેડા લઇ લીધા હતા. 


પાંચ વર્ષ પહેલા ફરીથી શરૂ થયો રોમાંસ
અલગ થયા પછી તેઓ ભાગ્યે જ સંપર્કમાં રહ્યા પરંતુ બંને પાંચ વર્ષ પહેલાં એડીના જન્મદિવસ પર ફરી મળ્યા જ્યારે પૅટીએ તેને સંદેશ મોકલ્યો. પેટીએ લખ્યું, 'મારા પ્રિય ભૂતપૂર્વ પતિને જન્મદિવસની શુભેચ્છા.' ત્યારબાદ પૂર્વ કપલે ડિનર લેવાનું નક્કી કર્યું અને ત્યાંથી તેમનો રોમાંસ ફરી શરૂ થયો.


ICU માંથી લખ્યો લગ્ન માટે લેટર
એડી જેને ઓક્ટોબરમાં કેન્સર વિશે ખબર પડી હતી, તેમને ન્યુમોનિયા અને પછી કોવિડ-19 થયો. લાસ વેગાસ, નેવાડાની એક હોસ્પિટલના આઈસીયુમાંથી એડીએ 24 જાન્યુઆરીએ પેટીને પત્ર લખ્યો અને તેને તેની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે હા પાડી. જ્યારે માઉન્ટેન વ્યૂ હોસ્પિટલને તેમની કરુણ કહાની વિશે જાણ થઈ, ત્યારે તેઓએ અપવાદ તરીકે તેમને તેમના રૂમમાં લગ્ન કરવાની મંજૂરી આપી. હોસ્પિટલના સ્ટાફે એડીના રૂમને 'જસ્ટ મેરિડ' અને નકલી ફૂલોથી સજાવ્યો હતો.


હોસ્પિટલમાં થયા બંનેના લગ્ન
હોસ્પિટલના મેડિકલ ચીફ ડૉ. જેકલીન કિંગે લવબર્ડ્સના સાક્ષી તરીકે કામ કર્યું હતું. સેલ ફોનથી લગ્નનું સંગીત વગાડવામાં આવતું હતું. તેઓ એકબીજાને સાંભળી શકે તે માટે કાચના દરવાજાની પાછળથી તેમને પતિ-પત્ની જાહેર કરવામાં આવ્યા હતા.



પ્રેમની જીતનો પુરાવો છે આ લગ્ન 
માઉન્ટેન વ્યૂના CEO જુલી ટેલરે કહ્યું, "અમે આશા રાખીએ છીએ કે આ દિવસ એડી અને પેટી માટે એક અવિસ્મરણીય અનુભવ હતો. તે એ વાતનો પુરાવો છે કે પ્રેમની જીત થાય છે અને લોકો સાથે મળીને વધુ મજબૂત હોય છે અને પડકારો વચ્ચે પણ આનંદ હોય છે." તેમની સાથે ઉજવણી કરવી અને તેમના આનંદમાં સહભાગી થવું એ અમારા માટે આનંદની વાત હતી." પૈટી સાથે ફરીથી લગ્ન કરીને બે દિવસ બાદ 28 જાન્યુઆરીના રોજ એડીનું મોત થઇ ગયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube