જયપુર : રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં તમામ નેતાઓનાં ભાષણોમાં રામ મંદિર અને રામનું નામ જરૂર સાંભળવા મળે છે, પરંતુ હવે ઉમેદવારોમાં પણ ઘણા રામ જોવા મળી રહ્યા છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા 2000થી પણ વધારે ઉમેદવારોમાંથી કુલ 319 ઉમેદવારોનાં નામમાં રામનો સમાવેશ થાય છે. સત્તાધારી ભાજપનાં 30 અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનાં કુલ 23 રામ આ ચૂંટણી સમરમાં પોતાની રાજનીતિક તકદીર અજમાવવા માટે ઉતરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની કુલ 200 વિધાનસભા સીટો પર કુલ મળીને વાત કરવામાં આવે તો 319 ઉમેદવારો એવા છે જેમનાં નામમાં ક્યાંકને ક્યાંક રામ છે. તેમાં ભાજપના 30 અને કોંગ્રેસનાં 23, બહુજન સમાજવાદી પાર્ટીનાં 27 અને અપક્ષ 107 ઉમેદવારો છે. 200 સીટોની વિધાનસભામાં 199 સીટો પર યોજાઇ રહેલ ચૂંટણી માટે કુલ 2294 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપે તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસે 195 અને બસપાએ 190 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ 142 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં મોકલ્યા છે. 

ભાજપ 30, કોંગ્રેસનાં 23,બસપાનાં 27 અને અપક્ષનાં 107 સહિત કુલ 319 રામ ચૂંટણી મેદાનમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. તેમાંથી કોનું રાજતિલક થશે તે તો 11 ડિસેમ્બરે જાહેર થનારા પરિણામો પરથી જાણવા મળશે. દેશનાં સૌથી મોટા રાજ્યો પૈકીનાં એક આ રાજ્યની 200 વિધાનસભા સીટો માટે 88 દળોનાં 2294 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. 4.74 કરોડ મતદાતાઓ પોતાનાં ભાવી MLAને પસંદ કરશે. જો કે એક ઉમેદવારનું નિધન થવાનાં કારણે એક સીટ પર ચૂંટણી ટળી છે અને અન્ય 199 સીટો પર ચૂંટણી યોજાવાની છે. 

વિધાનસભા જો ત્રિશંકુ થાય તો તેમાં નિર્ણાયક ભુમિકા ભજવવા માટે 840 અપક્ષ ઉમેદવારો પણ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ઓછામાં ઓછા 20 દળ એવા છે જેમણે એક જ ઉમેદવારને ઉતાર્યો હોય, 15થી વધારે એવા દળ છે જેમણે 2 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હોય અને 34 એવા દળ છે જેમણે 3થી માંડીને 20 સીટો પર પોતાનાં ઉમેદવાર ઉતાર્યા હોય.