Corona, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ
કોરોના વાયરસ (Coronavirus), બર્ડ ફ્લૂ (Bird flu) અને હવે પર્વો વાયરસ (Canine parvovirus). બર્ડ ફ્લૂ બાદ હવે પર્વો વાયરસની દસ્તકથી ઉત્તર પ્રદેશના કાનપુરમાં હડકંપ મચ્યો છે.
કાનપુર: કોરોના વાયરસ (Coronavirus), બર્ડ ફ્લૂ (Bird flu) અને હવે પર્વો વાયરસ (Canine parvovirus). બર્ડ ફ્લૂ બાદ હવે પર્વો વાયરસની દસ્તકથી ઉત્તર પ્રદેશના કાનપુરમાં હડકંપ મચ્યો છે. તેની ઘાતક અસરથી 8 કુતરાઓએ દમ તોડી દીધો છે. 8 મૃત કુતરાઓમાં બેના પોસ્ટમોર્ટમથી ખબર પડે છે તેના આંતરડા સડી ગયા હતા અને મોત પહેલાં કુતરાને લોહીની ઉલટી થઇ હતી.
ખતરનાક સંક્રમક વાયરસ
પર્વો (Canine parvovirus) એક ખતરનાક સંક્રમણ વાયરસ છે. આ ગલુડિયા અને કુતરામાં એક સંક્રમક જીઆઇ બિમારીનું કારણ બને છે. જો તેની સારવાર થઇ શકી નથી તો પ્રાણઘાતક થઇ શકે છે. આ વાયરસ એટલા માટે ખતરનાક ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ ખૂબ સરળતાથી કુતરામાં ફેલાય જાય છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુરના ભરતગામ બ્લોકના ક્યોંટારા ગામમાં આ વાયરસના સંક્રમણથી કુતરાની મોતના કેસ સામે આવી રહ્યા છે. તે ગામમાં થોડા અઠવાડિયા પહેલાં જ મોટી સંખ્યામાં કાગડા મૃત મળી આવ્યા હતા.
Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો
શુ છે બચાવનો ઉપાય?
પશુ ચિકિત્સા વિશેષજ્ઞોની એક ટીમ સંક્રમિત કુતરાઓમાં વ્યવહાર પરિવર્તન વિશે જાણવા માટે ગામડાની મુલાકાત કરી રહી છે. તેમનું કહેવું છે કે વાયરસ મુખ્યરૂપથી આંતરડાને નુકસાન પહોંચાડે છે. પશુચિકિત્સક સર્વેંદ્ર સચાને કહ્યું કે પર્વો વાયરસ (Parvovirus) મોટા જાનવરોને પ્રભાવિત કરતો નથી. પરંતુ કુતરા માટે ઘાતક સાબિત થાય છે. ટીમમાં એક અન્ય પશુ ચિકિત્સક, ઓપી વર્માએ કહ્યું કે કુતરાને વાયરસથી બચાવવા માટે જન્મના ત્રણ મહિનાની અંતર જરૂરી રસીકરણ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube