ગુરદાસપુર : કરતારપુર બોર્ડરના શિલાન્યાસ સમારંભમાં 28 નવેમ્બરે પાકિસ્તાન નહી જવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જ્યારે નિર્દોષ ભારતીય નાગરિક અને સૈનિકો દરરોજ ઠાર મરાઇ રહ્યા છે, તો એવામાં પોતે ત્યાં કઇ રીતે જઇ શકે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન અમરિંદરે સિંહે રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને વધારવા બદલ પાકિસ્તાન અને તેના સેના પ્રમુખની સોમવારે ઝાટકણી કાઢી હતી. તેમણે ઇમરાન ખાનની સરકાર અને તેના સેના પ્રમુખને સોમવારે ઝાટકણી કાઢી હતી. તેમણે ઇમરાન ખાન નીત સરકારને ચેતવણી આપી હતી કે ભારતની વિરુદ્ધ હિંસા પર પ્રતિબંધ લગાવવામાં આવે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. સેનાના અધિકારી રહી ચુકેલા સિંહે ખાન સાથે વાત કરતા પાકિસ્તાન સેના પર લગામ કસવા અને ભારતીય સશસ્ત્ર દળો અને નાગરિકોની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ તુરંત જ બંધ કરવા માટે જણાવ્યું. 

જનરલ બાજવા આ મુદ્દે મારાથી ઘણા જુનિયર છે.
કોંગ્રેસ નેતા અમરિંદર સિંહે કહ્યું કે, હું (કરતારપુર બોર્ડર માટે) પાકિસ્તાનનાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરૂ છું. સાથે જ તેમના (પાકિસ્તાન સેના)ના સૈન્ય પ્રમુખને કહેવા માંગુ છું. હું પણ સેનામાં રહી ચુક્યો છું અને જનરલ બાજવા આ મુદ્દે મારા ઘણા જુનિયર છે. જ્યારે હું કેપ્ટન હતો ત્યારે દેશની સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ હતી. પરંતુ અમને સૈન્યમાં ક્યારે પણ એવુ નથી શિખવ્યું કે સૈનિકોની હત્યા કરો? તમે સ્નાઇપરથી અમારા જવાનોને મારો છો. શું તમને નિર્દેશ આપવામાં આવ્યો છે કે પઠાણકોટ, દિનાનગરમાં લોકોને મારો ? તેમણે પઠાણકોટ એરબએઝ અને ગુરદાસપુર હુમલાનો ઉલ્લેખ કરતા આ વાત કરી હતી. 

કેપ્ટન અમરિંદર સિંહે ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાડયુ સાથે અહીં કરતાપુર બોર્ડરનો શિલાન્યાસ કર્યો હતો. સાથે સાથે તેમણે નિરંકારી ભવન પર થયેલા ગ્રેનેડ હુમલાનો ઉલ્લેખ કરતા 76 વર્ષીય અમરિંદર સિંહે કહ્યું કે, લોકો એક ગામમાં સત્સંગ કરી રહ્યા હતા. અને તેમના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા. શું સેના આવુ શીખવે છે? આ કાયરતાપુર્ણ હરકત છે. આ હૂમલામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. 

અમે તેને ક્યારે પણ સહન નહી કરીએ.
અમરિંદર સિંહે કહ્યું કે, જો તેઓ પંજાબમાં સંકટ પેદા કરવાનો પ્રયાસ કરશે તો બાજવાએ યાદ રાખવું જોઇએ કે અમારી નસોમાં પંજાબી લોહી છે, અમે તેને સહન નહી કરીએ. હું અમારા લોહીના અંતિમ બુંદ સુધી પંજાના લોકોની રક્ષા કરીશું.તેમણે કહ્યું કે, તે બધા જ લોકો જાણે છે કે પાકિસ્તાનમાં સેનાનું જ ચાલે છે. અમરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાને સમજવું જોઇએ કે અમારી પાસે તેમના કરતા ઘણુ મોટુ સૈન્ય અને આધુનિક હથિયારો છે. જો તેઓ વારંવાર ભારતે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યા કરશે તો પછી ભારતે પણ વિચારવું પડશે. અમે ક્યારે પણ યુદ્ધ નથી ઇચ્છીયું પરંતુ જો યુદ્ધ થાય તો પાછા પણ નહી પડીએ.