ચંડીગઢઃ દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાન ચાલી રહ્યું છે. ઘણા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે તો ઘણા લોકો રસી લેવાથી ડરી રહ્યાં છે. તેવામાં સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે કે લોકો મનમાં ડર રાખ્યા વગર કોરોના વેક્સિન લગાવે. આ વચ્ચે પંજાબ સરકારે કોરોના રસીકરણ અભિયાનને લઈને મોટો નિર્ણય લીધો છે. અભિનેતા સોનૂ સૂદ (sonu sood) ને પંજાબ રસીકરણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર આપેલા શુભેચ્છા સંદેશમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ, 'પરોપકારી અભિનેતા સોનૂ સૂદને પંજાબ સરકારે કોરોના વેક્સિનેશન ડ્રાઇવ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હું તે માટે સોનૂને શુભેચ્છા આપુ છું. સોનૂ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર બનતા કોરોના વેક્સિનને લઈને વધુ જાગરૂકતા આવશે. હું રાજ્યના લોકોને અપીલ કરુ છું કે તે જલદીથી જલદી રસીકરણ કરાવે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube