ચંદીગઢ: ખેડૂત આંદોલન વચ્ચે અત્યાર સુધી સરકાર સાથે ખેડૂતોની સાથે વાતચીત નિષ્ફળ રહી છે. જોકે વાતચીતનો દૌર ચાલુ છે. આગામી રાઉન્ડની વાતચીત 3 ડિસેમ્બરના રોજ થશે. તે પહેલાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં પણ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવાનો સમય માંગ્યો હતો પરંતુ તે દરમિયાન તેમની તબિયત ઠીક ન હોવાથી સમય મળી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પ્રદર્શનકારીઓ ખેડૂતોએ બુધવારે કહ્યું કે નવા કૃષિ કાયદાને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઇએ અને જો માંગો સ્વિકારવામાં નહી આવે તો રાષ્ટ્રીય રાજધાનીની અને રસ્તાને બ્લોક કરવામાં આવશે. સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં ખેડૂત નેતા દર્શન પાલે આરોપ અલ્ગાવ્યો છે કે કેન્દ્ર ખેડૂત સંગઠનોમાં ફૂટ પાડવાનું કામ કરી રહી છે, પરંતુ એવું થઇ શકશે નહી. 


સંસદનું વિશેષ સત્ર બોલાવો: ખેડૂત સંગઠન
તેમણે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂત ત્રણ કૃષિ કાયદાને પરત લેવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 'ત્રણેય કૃષિ કાયદાને નાબૂદ કરવા માટે કેન્દ્રને સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઇએ.'


ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે જો કેન્દ્ર ત્રણેય નવા કાયદાને પરત નહી લે તો ખેડૂત પોતાની માંગને લઇને આગામી દિવસોમાં અને પગલાં ભરશે. સંવાદદાતા સંમેલન પહેલાં લગભગ 32 ખેડૂત સંગઠનોના નેતાઓને સિંધુ બોર્ડર પર બેઠક કરી જેમાં ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પણ સામેલ થયા. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube