કોરોના વાયરસ સામે જંગમાં ઉતર્યો કેપ્ટન અર્જૂન, નહીં બચી શકે હવે દુશ્મન
કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં ભારતીય રેલવેએ કેપ્ટન અર્જૂનને ઉતાર્યો છે. જેની મદદથી કોરોના (Covid-19) સંક્રમિતની જાણકારી મળી શકશે. આ વાતની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર આપી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં ભારતીય રેલવેએ કેપ્ટન અર્જૂનને ઉતાર્યો છે. જેની મદદથી કોરોના (Covid-19) સંક્રમિતની જાણકારી મળી શકશે. આ વાતની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર આપી છે.
આ પણ વાંચો:- કોરોના સંક્ટ: PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન
તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, દુશ્મન દેખાતો નથી, પર કેપ્ટન અર્જૂનથી બચી શકશે નહીં. કોરોના સામે જંગમાં ભારતીય રેલવેની આરપીએફ ટીમે પુણેમાં રોબોટ કેપ્ટન અર્જુન ઉતાર્યો છે. ટેકનીક દ્વારા આ જંગને જીવકાની આરપીએફ (RPF)ની આ પહેલ પ્રશંસનીય છે. કેપ્ટન અર્જુન એક ખાસ પ્રકારનો રોબોટ છે. જે પુણેમાં પ્લેટફોર્મ પર આવનારા તમામ યાત્રીઓનું સ્ક્રીનિંગ કરશે.
આ પણ વાંચો:- શું કોરોનાનો સામનો કરવા મદદરૂપ છે આ દવાઓ? જાણો શું છે વાયરલ પ્રિસ્ક્રિપ્શનનું સત્ય
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube